SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન તો નથી; પણ આગળ કવિતાને જે પ્રતાપ પડતું હતું, તેની જીવન પર જે બહળી અસર થતી હતી, તેને તે પ્રભાવ અને તેજ ઓછાં થયાં છે, એમ રવીકારવું પડશે. પહેલાંના પેઠે ડાયરે જામ્યો હોય અને એકાદ કવિ, ભાટ કે ચારણ વચ્ચે બેસી તેનાં કવિત લલકારતો હોય, એ કાવ્યવિનોદ સાંભળવાને અત્યારે કોઈને પહેલાના જેટલી મનની શાનિત તેમ સમય પણ રહેલાં નથી. વળી લાંબાં કાવ્યો લખવાની પ્રથા લગભગ લુપ્તજ થવા બેઠી છે અને વીરરસ કાવ્ય તો એક સ્વપ્નવત બની ગયું છે. આપણને જાણીને આનંદ પામવાનો છે કે, ગુજરાતના એક નામાંકિત અને અગ્રગણ્ય કવિ શ્રીયુત નિહાનાલાલે, જે ગ્રંથ આપણું પ્રાચીન સંસ્કૃતિના અમૂલ્ય વારસારૂપ ગણાય છે, તેના ભરચક રત્નભંડારમાંથી “કુરુક્ષેત્ર” નામક એક વીરકાવ્ય રચવાનું આરંભ્ય છે. તેના આજ સુધીમાં છ કાંડ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને તેના વાચકે તરફથી તેની પ્રશંસા થતી સાંભળી છે. હમણું વળી એમ જાણવામાં આવ્યું છે કે એક કાવ્યરત્ન પરીક્ષકે તે સાંભળીને-ભાવનગર રાજ્ય તરફથી-કવિશ્રીને આજીવન રૂ. ૫૦૦) નું વર્ષાસન બાંધી આપ્યું છે. ઈલાંડના માજી રાજકવિ સ્વર્ગસ્થ રબર્ટ બ્રિજીસનું The Testament of Beauty નામનું એક લાંબું કાવ્ય ઠાક, માસ પર પ્રકટ થયું છે, તેની ખૂબ તારીફ થયેલી છે અને ઉત્તમ કાવ્યો સાથે તેની તુલના અને ગણના થાય છે, તેમ ગુજરાતના આ મહાકવિનું “કુરુક્ષેત્ર લોકપ્રિય નિવડી, તે એક જીવંત કૃતિ થશે, એવાં એક અનુપમ અને અપ્રતિમ કાવ્યના અંશો-ગુણ તેમાં રહેલા જોવાય–અનુભવાય છે. બીજાં કાવ્ય પુસ્તકોમાં કવિશ્રી ખબરદારની ભજનિકા અને રાસચંદ્રિકાને સારો સહકાર થયેલો છે; અને શ્રીયુત કેશવ શેઠના રાસ માટે સતત માગણી રહ્યા કરે છે, એમ તેમને રાસનો છેલ્લો સંગ્રહ “રાસમંજરી' કહી આપે છે. સ્ત્રીવર્ગમાં એમના રાસે પુષ્કળ પ્રચાર અને પ્રસિદ્ધિ પામ્યા છે, તે જેમ કવિની લોકપ્રિયતા તેમ એમના રાસોની સરસતા અને માધુર્યને. ખાત્રીલાયક પુરાવે છે. શ્રીયુત મેઘાણી સંપાદિત ચુંદડીના બે ભાગ એમના અન્ય સંગ્રહોની પેઠે આદરપાત્ર થયા છે; પરંતુ સાહિત્યરસિકોને એમનાં “ઋતુગીતો' અને ખસુસ કરીને એમની સ્વતંત્ર કૃતિ “કિલ્લોલ' વધુ આકર્ષશે. આપણું પ્રાચીન લોકસાહિત્ય, કથાવાર્તા અને ગીતોનો પુનર દ્વાર, ઐતિહાસિક અને ૨૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy