SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર શાસ્ત્રીય રીતે કરવાનો યશ અને માન, એમને જ છે, અને તે બદલ પ્રજા એમની હમેશ અણું રહેશે. પ્રો. બળવંતરાયના “ભણકાર”ની પૂરવણી, જે કાવ્યગુણપરીક્ષક છે, તેમને ખચિત ગમશે જ; પણ ઉછરતી નવી પ્રજાનું માનસ શ્રીયુત દેશળજી પરમારનાં ગૌરીનાં ગીતમાં સારી રીતે ઝીલાયું છે; તેમાં નવયુવક અને નવયુવતિના મનોરથ અને આદર્શને કાવ્યમાં ઉતારવાનો પ્રયત્ન નજરે પડે છે. આ ઉપરાંત પુનરાવૃત્તિ થયેલા અને પરચૂરણ કાવ્યગ્રંથે મોટી સંખ્યામાં મળી આવે છે. નાટક મૂળે જ એાછાં લખાય છે; અને જે ગણ્યાગાંઠયાં મળી આવે છે, તેમાં સ્વતંત્ર અને સફળ થયેલી કૃતિઓ તે જૂજ નાટક, જ હોય છે. વળી હમણાં હમણાં બાલનાટકો અને એકાંકી નાટક લખવાનો પ્રચાર વધતો જાય છે, એ પ્રગતિસૂચક ચિહ્ન છે. દક્ષિણામૂર્તિ ભવન તરફથી પ્રકટ થયેલું “ભયને ભેદ' સૂચક અને બાળકને આનંદ આપે એવું એક નાનું નાટક છે. શ્રીયુત નર્મદાશંકરનું ધ્વજારેપણ, ચાલુ રાષ્ટ્રીય ધ્વજની હિલચાલને પોષક થશે. શ્રીયુત પંડયાનું ત્રિવેણું પણ બાલમાનસ-તેના તફાની અને ટીખલી સ્વભાવનુંઅદ્ભુચિત્ર દોરે છે. ભાષાંતર નાટકમાં શ્રીયુત મનસુખલાલ ઝવેરીનું સ્મૃતિભ્રંશ' અને રા. બાબુરાવનું ‘હાઈમાટ', બન્ને ગ્રંથો આવકારદાયક ઉમેરે ધ્રુવ સ્વામિનીદેવી, કરે છે. પહેલું કવિ કાલિદાસના શાકુંતલનો નવેસર અનુવાદમૂળને અનુસરત છે અને હાઈમાટમાં અર્વાચીન ત્રીજીવનને લગતા પ્રશ્નોની ચર્ચા છે. પણ લોકપ્રિય નિવડેલાં અને વધુ ચર્ચાયલાં એવાં બે નાટકે-ધ્રુવસ્વામિની દેવી અને કાકાની શશી શ્રી. મુનશીનાં લખેલાં છે. પ્રાચીન દેવીચરિત્રમ્ નામક નાટકને એક ખંડિત ભાગ પ્રાપ્ત થયો છે, તેમાંની વસ્તુ લઈને ગુપ્ત સમયનું, ખસુસ કરીને ગુજરાતના ઇતિહાસના એક વિકટ પ્રસંગ પર પ્રકાશ પાડતું, એક સરસ નાટક તેમણે છે. ધ્રુવ સ્વામિની દેવીને જાજરમાન સ્વભાવ અને વિપરિત તેમજ વિપદ સ્થિતિમાં એનું ટેકીલું અને સ્વમાનભર્યું વર્તન તેમ ચંદ્રગુપ્તનાં પરાક્રમ અને સાહસિકતા; હુણ સરદારને ગંભીર અને કટોકટીના પ્રસંગે સિફતથી પરાસ્ત કરવામાં વાપરેલી કુનેહ અને ખબરદારી તથા અંતના ભાગમાં પિતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે તેણે ધારણ કરેલો એક ગાંડા મનુષ્યને સ્વાંગ-એ સઘળું નાટકમાં રસમય વાતાવરણ
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy