SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર વિખરાયેલું હાથપ્રતમાં રહેલું છે, તે પૂરું જોવાયું કે તપાસાયું નથી. વળી એ હાથપ્રતની સારી યાદી તૈયાર થઈ નથી; તેમ તે જોવા વાંચવાની અનુકૂળતા પણ નથી. તેમ છતાં સંસદે જે અખતરે જૂદા જૂદા લેખકને સહકાર મેળવીને અજમાવી જોયો છે તે સ્તુતિપાત્ર છે. એથી કેટલુંક પ્રારંભનું કાર્ય ઉકેલાયું છે; ભાવિ કાર્યકરે માટે માર્ગ ખુલ્લો થયો છે. સદરહુ પુસ્તકના ગુણદોષ, જે એવા શરૂઆતના કાર્યમાં હમેશ હોય છે તે દેખીતા છે. અમને તે સાહસ ગમ્યું છે અને પ્રજાએ તેને સત્કાર કરવો ઘટે છે. શ્રીયુત ચતુરભાઈ પટેલે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગુજર્જર ભાષા સાહિત્ય પ્રવેશ નામનું એક નાનું પુસ્તક રચ્યું છે, તે નવા શિખાઉને ઉપયોગી થશે. નૈવેદ્ય અને પ્રાચીન સાહિત્ય એ બે નિબંધસંગ્રહ ટાગેરના લેખોના અનુવાદ છે; અને તેની આ બીજી આવૃત્તિ છે, એ દર્શાવે છે કે, એ જાતનાં સાહિત્ય માટે આપણે અહિં અભિરુચિ વધતી જાય છે. ઉદુબેધન અને સંસારમંથનમાં શ્રીયુત ન્હાનાલાલના છૂટક નિબંધ અને વ્યાખ્યાનોને સંગ્રહ થયેલો છે અને તે એમના પરિપકવ વિચાર માટે તેમજ એમની સૂત્રાત્મક શૈલીના નમુના રૂપે આદરણીય અને મનનીય જણાશે. એ સંગ્રહ થવાની જરૂર જ હતી. - શ્રીયુત મુનશીનું સુવર્ણયુગનાં સર્જન, એ વ્યાખ્યાન આપણું પ્રાચીન ઇતિહાસને અવલોકી, એમની સર્જક કલ્પનાશક્તિ અને પ્રખર બુદ્ધિ, જે મનગમ્ય ઐતિહાસિક ચિત્રો આપણી સમક્ષ વિધવિધ રંગે પુરી, રમ્ય શૈલીમાં રજુ કરે છે, તેની દીપ્તિના તેજમાં આપણે મોહવશ થઈ જઈએ છીએ; એવી તે જાદુઈ અને પ્રબળ અસર ઉત્પન્ન કરે છે. નિબંધલેખન આપણે અહિં હજુ બરોબર વિકસ્યું નથી; પણ જે બે સંગ્રહ ગત વર્ષમાં છપાઈ બહાર પડ્યા છે તે, “રસધાર’ કુમારિકા બહેન વિનોદિનીની પ્રથમ કૃતિ, ભવિષ્ય માટે સારી આશા ઉપજાવે છે. અને પ્રો. દુકાળનું પેયણાં હળવુ છતાં ટકોર કરતું, માર્મિક, બુદ્ધિ વિનાદ સાથે વિચારને ઉત્તેજતું નિબંધ લેખન અન્ય લેખકોને એ માર્ગ વિચરવા પ્રેરશે એમ આપણે ઈચ્છીશું. હવે કાવ્ય તરફ વળીએ. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર મેકલેએ એક સ્થળે કહેલું છે કે જેમ સુધારે યાંત્રિક ઔદ્યોગિક કાવ્યપ્રસિદ્ધિ યુગ વધતો જશે તેમ કવિતાને પ્રવાહ ધીમે-મંદ થતે જશે. અત્યારે કાવ્યો ઓછાં લખાય છે, એમ ૨૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy