SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન નેપાલ, નેપાલ અને આસામનો પ્રવાસ વગેરે. મુનિશ્રી જયન્ત વિજયજીએ આબુ ભા. ૧ લો. યાત્રાળુઓ માટે લખે છે; પણ તેમાં જાણવા જેવી ઐતિહાસિક હકીકત ઉમેરેલી છે. યાત્રાળુ, ઇતિહાસરિસિકો અને અભ્યાસકે સૌને રસ પડે અને આનંદજનક થાય એવું માત્ર રા. દુર્ગાશંકર શાસ્ત્રીનું ગુજરાતનાં તીર્થસ્થાનો’નું પુસ્તક છે અને તે સંગ્રહવા જેવું છે. અમદાવાદનું ચિત્ર આલબમ, રા. રવિશંકર રાવળ અમદાવાદની મુલા કાત લેનારને માટે નિયોજ્યું છે; અને તેમાં આપેલાં ચિત્ર, સ્થાપત્ય, ચિત્રો વિષે, સ્થાપત્યની દષ્ટિએ અગત્યનું જાણવા જેવું અને ઉપયોગી જ્ઞાન અમદાવાદનું સ્થાપત્ય,રા.રત્નમણિરાવે લખેલા ગુજરાતના પાટનગર પુસ્તકમાંના કેટલાંક પ્રકરણે સુધારાવધારા સહિત, જૂદાં છપાવેલાં તે આપે છે. સ્વતંત્ર ચિત્રો દોરનાર ચિત્રકારે આપણે અહિં જૂજ મળી આવશે. આજથી પંદરેક વર્ષપર અહિંની મ્યુનિસિપલ સ્કુલના એક શિક્ષક સ્વ. મગનલાલે, સિદ્ધરાજ અને રાણકદેવી અને હિંદ માતા એ બે ચિત્રો કાઢેલાં; પણ તેની કદર તેના મૃત્યુ બાદ થઈ હતી. પણ કુમાર કાર્યાલય’ અમદાવાદમાં નિકળ્યા પછી રા. રાવળની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રચારકાર્યથી ગુજરાતીઓમાં કળા પ્રતિ એક પ્રકારની આસક્તિ બંધાતી જાય છે; અને કળાને અનુકૂળ અને ઉત્તેજક વાતાવરણ ઉભું થાય છે, અને તેની પ્રત્યક્ષ અસરનાં પરિણામ અનેક મળી આવશે; તેમાં શ્રીયુત કનુભાઈ દેસાઈનું ચિત્ર આલ્બમ એક છે; અને એ ભાઈની પીંછીની સર્વત્ર પ્રશંસા થતી સાંભળીને આપણને ગુજરાતીઓને સ્વાભાવિક આનંદ થઈ આવે છે. આપણા દેશમાં વૈદ્ય હકીમોનો તેટો નથી. દવાઓની જે બહોળા પ્રમાણમાં જાહેરાત થાય છે, તે બતાવી આપે છે કે આરોગ્ય, વેદકનાં તે માટે કેટલી મોટી માગણી હોય છે; તે પ્રમાણમાં એ ગ્રંથ વિષયનું સાહિત્ય પણ ઠીક બહાર પડે છે; પણ જેને આપણે અનુભવસિદ્ધ અને ખાત્રીલાયક કહી શકીએ એવું અલ્પ જ હોય છે. ઘણાંખરાં તે ઇંગ્રેછપરથી અને પ્રાચીન સંસ્કૃત વૈદ્યક ગ્રંથેના સાર અને અનુવાદ જ હોય છે. વળી શાળાઓમાં આરોગ્યનું કંઈક જ્ઞાન અપાય છે, તે કારણે પાઠયપુસ્તક તરીકે વાંચી શકાય એવાં પુસ્તકો રચાય છે. ૧૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy