SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર આ ગયે વર્ષે પ્રસિદ્ધ થયેલાં ગ્રંથમાં હમણાં હમણાં જેના પ્રતિ વિશેષ લક્ષ અપાય છે, તે દાંત, ક્ષય, આહારશાસ્ત્ર વિષેનાં પુસ્તકો જેવા જેવાં છે. આયુર્વેદ વિજ્ઞાન વૈદ્ય મહાદેવપ્રસાદે લખેલું, ગર્ભવિદ્યા, રોગ અને આરોગ્ય, દૂધને ખરાક, ઈગ્રેજીમાં અનુવાદો-તેમ નાડીજ્ઞાન અને ભિષજ રત્નાવલી વગેરે સંસ્કૃત પરથી, હિન્દને સમસ્ત શત્રુ અને દારૂનાં દુઃખ એ મદ્યપાન નિષેધ વિષેનાં પુસ્તકે આપણું ખાસ ધ્યાન રેકે છે. ચાલુ કેળવણી પદ્ધતિ-પ્રાથમિક અને માધ્યમિક–આપણે અહિં સુધારા અને ફેરફાર માગી રહી છે. તે માટે બે વર્ષ પર કેળવણી વિષયક, એક કમિશન પણ નિમાયું હતું; પણ આજકાલ બાળકેળવણીને પ્રશ્ન પુષ્કળ વિચારાય અને ચર્ચાય છે, તેમાં મોન્ટેસરી પદ્ધતિ ઝાઝું લક્ષ ખેંચે છે અને તેને લગતું સાહિત્ય-ખાસ કરીને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન-ભાવનગર તરફથી ઠીક પ્રમાણમાં નિકળતું રહે છે. વળી ગોંડલ રાજ્ય ગુજરાતી કોષનું કાર્ય આ ળ્યું છે, એટલું જ નહિ પણ તે સાથે આપણને એક નવીન વાચનમાળા આપી છે, એ કાર્યની નેંધ લેવાનું પણ આપણે વિસરવું જોઈએ નહિ. કેળવણની પેઠે વ્યાયામ પણ જનતાનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યું છે. ગામે ગામ પ્રત્યેક નિશાળમાં વ્યાયામની તાલીમ વ્યાયામ ફરજીયાત કરવાની ધગશ પેદા થઈ છે; અને એ પ્રવૃત્તિને પોષક થાય એવું સાહિત્ય પણ લખાવા અને પ્રકટ થવા માંડયું છે. જેમકે, રા. હરરાયકૃત રમત, કસરત અને ડ્રીલ, છે. માણિક્યરાવનું કસરત અને આરોગ્ય, શ્રી કાન્તનું પુસ્તક, તરવાની કળા; તેમજ સ્કાઉટ માટેનાં પુસ્તક–ખસુસ કરીને રા. ગજાનનનું પુસ્તક “સ્કાઉટિંગ અને બીજી વાત” ઉપયોગી અને ઉપકારક જણાશે. છે. વિજ્ઞાનની સામાન્ય સંજ્ઞા હેઠળ તેના જુદા જુદા વિભાગમાં નેધેલાં યાદીમાંનાં પુસ્તકો પૈકી કઈ એવું નથી કે જે મૌલિક વિજ્ઞાન સાહિત્ય વા મહત્ત્વનું લેખાય. ખેતીવાડી વિભાગમાં શ્રીયુત વાલજીત ગેરક્ષા કલ્પતરૂ, ગૌરક્ષા અને ગૌસેવાની મહત્તા અને ઉપયોગિતાનું જનતાને ભાન કરાવે છે. સહકાર વિભાગમાં મી. બ્રેઈનનું પુસ્તક સેક્રેટીસની સફર, સહકારના ધોરણે ગામડાઓની પુનરુ રચના કેવી રીતે અને સુલભતાથી સાધી શકાય તે સમજાવે છે. ખગોળમાં ૨૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy