SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પદ્ધતિને અનુસરી અને વિજ્ઞાનની નવી નવી શેધ અને વાદને લક્ષમાં લઈને કર્યું છે, ને તે પર વિશેષ પ્રકાશ પાડી, કેટલાક નવીન દૃષ્ટિબિન્દુ-અભિપ્રાય દર્શાવ્યા છે, તે પણ તપાસાવા-વિચારવા જોઈએ છીએ. પરંતુ તે કાર્ય એક નિષ્ણાત સમાલોચકના હાથે વા અભ્યાસીમંડળમાં જ સારી રીતે થઈ શકે. પ્રસ્તુત પુસ્તકની પેઠે કઈ નવીન અગર સ્વતંત્ર ગ્રંથ નહિ પણ ધાર્મિક-તાવિક વિષયને દલીલપૂર્વક ચર્ચ, શ્રી તત્વાર્થ નિબંધસંગ્રહ શ્રીયુત મનુભાઈ પંડયાને લખેલો છે. ઐતિહાસિક દૃષ્ટિએ લખાયલ “રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય” એ વિષય પર શ્રી ડોલરરાયને નિબંધ શિવમતાવલંબીઓએ ખાસ જોવો જોઈએ; અને તે શ્રીયુત દુર્ગાશંકરના શિવધર્મ પુસ્તકના અનુસંધાન-પૂર્તિરૂપે છે, એમ કહી શકાય. અનુવાદ ગ્રંથમાં શ્રીયુત જેઠાલાલનું અણુભાષ્ય અગ્ર સ્થાન લે છે; અને બીજાં આગળનાં બે ભાગે-રા. બા. કમળાશંકર અને પ્રિન્સિપાલ આનન્દશંકરભાઈના અનુવાદ ગ્રંથ-શાંકર ભાગ્ય અને શ્રી ભાષ્યની પંક્તિમાં મૂકી શકાય એવું તે ઉત્તમ છે; ખાસ કરીને તેમાં વિસ્તૃત ઉપઘાત દર્શનશાસ્ત્રના અભ્યાસીને વિચારણીય જણાશે. અષ્ટાવક્ર ગીતા, ભક્તિ રસાયન, તત્ત્વાર્થ સૂત્ર ભા. ૧, જીવનસિદ્ધિ, ટોલસ્ટોયના The Christian Teaching ને અનુવાદ, શ્રીમતી ભગવતી સૂત્ર, કાષ્ટાધ્યાયી, સેવાકુંજ એક જુના ઈટાલિયન તત્વજ્ઞાનનાં પુસ્તકને અનુવાદ-એ સર્વ આપણા ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ કરે છે; અને તે આવકારદાયક પ્રસિદ્ધિઓ છે. પૂર્વે આપણું લોકે, જે નિષ્ઠાથી અને ભક્તિભાવથી, હિંદમાંના દૂર દૂરના અને જૂદા જૂદા સ્થળે આવેલા તીર્થસ્થાનની યાત્રા, અનેક પ્રકારની અગવડો અને વિટંબણાઓ વેઠીને કરતા હતા, તે માટેનો પ્રેમ અને આદર નવા શિક્ષિત વર્ગમાંથી, રેલ્વે મોટરો વગેરે પ્રવાસનાં સાધનો અને બીજી અનુકૂળતાએ વધવા છતાં, ઓછો થતો જાય છે, અને કેળવણી પૂરી થતાં જ અને સંસાર વ્યવહારમાં પડતાં અગાઉ, એકવાર પ્રવાસે નિકળી જૂદા જૂદો અનુભવ મેળવવો જોઈએ, એ દૃષ્ટિએ પણ તે તરફ કાંઈ લક્ષ અપાતું નથી તેથી આપણું પ્રવાસસાહિત્ય કંગાલ રહે છે; અને જે કાંઈ લખાય છે, તે યાત્રાળુઓની દષ્ટિએ, માર્ગદર્શક અને માહિતી પુરતું હોય છે, જેમકે, કાશ્મીરથી
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy