SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન માં એ વિષયાનું–ધમ અને તત્ત્વજ્ઞાનનું પદ્ધતિસર અધ્યયન અને તેના અંગે ચર્ચા અને વિવેચનને અવકાશ નહિ જેવાં હોય તે શું નવાઇ પામવા જેવું નથી ? જે કાંઈ ઉપલબ્ધ થાય છે તે પ્રાચીન ધમ ગ્રંથાનું નવેસર પુનઃમુદ્રણ, અનુવાદ, ભાષ્ય કે સાર હેાય છે. સ્વતંત્ર રીતે તાત્ત્વિક ચર્ચા કે તુલના કરતું, નવીન દૃષ્ટિબિન્દુ કે તુલનાત્મક વિચાર રજુ કરતું સાહિત્યગ્રંથ જવલેજ પ્રસિદ્ધ થાય છે. આની સરખામણીમાં પાશ્ચાત્ય દેશમાં ધમ અને વિજ્ઞાનને સમન્વય કરતા-ચતા એકથી વધુ લેખકેા ધર્માચાર્યો અને વૈજ્ઞાનિક-જેમકે ડિન ઈંજ, ડે. ખાસ, પ્રેા. વાહઇટહેડ અને પ્રે. યુલિયન હલ્લી-મળી આવે છે, અને તે ધ વિચારની પ્રગતિની, સજીવતતાની નિશાની છે, જ્યારે આપણું ધર્મ સાહિત્ય સ્થિતિસ્થાપક, રૂઢિવશ, પર પરાપર અવલંબતું અને ચેતનરહિત નજરે પડે છે. આવા નિરાશામય વાતાવરણમાં એક આશાજનક કિરણ ગત વર્ષના પ્રકાશનમાં નજરે પડે છે અને તે શ્રીયુત મારૂવાળાનું જીવનશેાધન’ નામનું પુસ્તક છે. જેમ કાઇ અભ્યાસી, એકાદ પેાતાને પ્રિય અને સાનુકૂળ વિષય લઇને યુનિવર્સિટીની એમ. એ; વા પી. એચ ડી, ની પદવી એક નિબંધ રજી કરીને મેળવે છે, એવી જાતને આ લેખ છે. તેમાં જેતે નિણૅયાત્મક વા નિશ્ચયાત્મક કહી શકાય અથવા તે ચર્ચાસ્પદ નહિ હેાય એવું, તે લખાણ નથી. પણ એક અભ્યાસી, પેાતાના નિર્ણયા, ચાકસાઇ, પ્રમાણુ, ત અને જ્ઞાન વડે વિભૂષિત કરી, તેાલન અને અભિપ્રાય માટે આગળ ધરે, એવું એક ઉંચી કાટિનું તે પુસ્તક છે, જે ચર્ચા અને વિવેચન માગી લે છે. વાસ્તવિક રીતે અહિંના ‘મજલિસે ફિલસૂફાન’ જેવા-study-circle અભ્યાસમ`ડળમાં આવા ગૂઢવિષયની જૂદી જૂદી દષ્ટિએ ચર્ચા થવી ટે છે. જેમકે, લેખકબંધુએ જીવનનું ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ, એ ચતુર્વ ભાગમાંથી છેલ્લા મેાક્ષને સ્થાને જ્ઞાનને મૂકવાની દલીલ કરી છે; પણ જીવનનું અંતિમ ધ્યેય મેાક્ષ હાઇને, તે શબ્દ જ અમને યેાગ્ય અને વાજખી લાગે છે. જ્ઞાન તે તેનું–મેાક્ષનું સાધન માત્ર છે; તેથી જે શબ્દપરપરા છેક પરાપૂર્વથી ઉતરી આવે છે, તેમાં એ નવા ફેરફાર કરવા કેટલે દરજ્જે વાસ્તવિક અને ન્યાયયુક્ત થશે એ મુદ્દો ચર્ચાવા અને વધુ વિચારાવા ોઇએ છીએ. વળી સાંખ્ય દન વિષે શ્રીયુત મશરૂવાળાએ જે વિવરણ આધુનિક ૧૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy