SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર છીએ. તે આપણી સમક્ષ દુનિયાનું કલ્પનિક વા આદર્શમય, અમુક સ્થળ વા બનાવોનું, ચોક્કસ પ્રકારના મનુષ્યસ્વભાવનું, ન્યાય અને નીતિનું, સ્નેહનું અને સત્યનું, સંસારની ઘટનાઓનું ચિત્ર એવી અસરકારક રીતે–પછી તે વર્ણનાત્મક શૈલીનું, ઐતિહાસિક, તાદાત્મક (realistic) કે મનુષ્યની લાગણુઓ કે ભાવનાનું પૃથક્કરણ કરતું હોય–રજુ કરે છે, કે આપણે એકવાર ચાલુ દુનિયાને વિસરી જઈએ છીએ, અને તેમાંના પાત્રો સાથે સમભાવી બની, તેમનાં સુખદુઃખ અને અભિલાષા, મુશ્કેલીઓ અને મુંઝવણ, જાતે જતા–અનુભવતા ન હોઈએ એવી આપણું મનોદશા થઈ પડે છે; અને તેજ આપણું કલ્પનાને ઉત્તેજી, આપણી લાગણી અને મનોરથોને પોષી, ઉન્નત કરી, આપણું ચારિત્ર ઘડવામાં અને ખીલવવામાં સહાયભૂત થાય છે; અને સાથે સાથે એક પ્રકારનો મીઠો આનંદ મેળવી દુનિયાની વ્યથાને અને દુઃખને ઘડી વાર ભૂલી જઈએ છીએ. આમ એક નવી કાલ્પનિક સૃષ્ટિ સર્જવામાં એક નવલકથાકાર એટલે દરજજે સફળ નિવડે તેટલે દરજજે એની કૃતિ લોકપ્રિય અને આદરણીય થવાનો સંભવ છે. આ ધરણે અવલોકતાં, સન ૧૯૨૯તી નવલકથાઓમાં શ્રીયુત મુન શીનું “કોટિલ્ય ભગવાન ” નું પુસ્તક આપણું ખાસ નવલકથા ધ્યાન ખેંચે છે. તે હજુ અપૂર્ણ છે છતાં પ્રાચીન હિંદનું જે સુરેખ અને વૈભવપૂર્ણ ચિત્ર દોરે છે, પ્રસિદ્ધ ઐતિહાસિક પાત્રોને તેના પૂર્ણ રૂઆબમાં, પ્રતિભા પાડતાં રજુ કરે છે; અને તત્કાલીન સમાજજીવનનું રસિક ખ્યાન આપે છે, તે વાંચતાં વાંચતાં આપણાથી લેખકને સહજ ધન્યવાદ અપાઈ જાય છે. એવું બીજું વાર્તાનું પુસ્તક જે વાંચવાનું ગમે અને આનંદ આપે, જેને આશય આપણું સામાજિક જીવનને લગતાં અનેકવિધ પ્રશ્નો ચર્ચા. વાને મુખ્યતવે છે, તે રા. રમણલાલ દેસાઈનું “કોકીલા' નામનું પુસ્તક છે; તેમાં એક પત્રકારનું જીવન આલેખવાની સાથે મજુર અને મૂડીવાળા વચ્ચેની અથડામણ અને તેના અંગે ઉપસ્થિત થતા પ્રશ્નો તેમ ગ્રામ્યજીવનને મધુરે આનંદ અને ભોળા-સાદા ગ્રામ્ય જનેની સાદાઈ અને ભલમનસાઈ અને તેમનો ઉભરાઈ જતે પ્રેમ, એ બધું આલાદક થઈ પડે છે. વળી મુખ્ય પાત્ર કોકીલાને એવી તે મૃદુ, મનેહર, લાવણ્યભરી અને સ્નેહાળ વર્ણવી છે ૧૨
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy