SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન અો સંગ્રહ તારવી કાઢી છપાવ્યો હતો, તે પ્રસ્તુત મુદ્દાનું સમર્થન કરશે. અમે અહિં નીતિબોધનો સીધો ઉપદેશ કરતી વાતને અલગ રાખી છે; તેને ઉપયોગ છે, પણ જે વાતથી આડકતરી રીતે તેમના મન પર છાપ પડીને અસર થાય છે તેના જેટલી મહત્તા આ વાતોને અપાશે નહિ. મનુષ્ય સ્વભાવમાં રહેલા એ સામાન્ય ત –અંશેના કારણે એક દેશમાંની વાતે બીજા દેશમાં ધીમે ધીમે પ્રવેશ લોકકથા પ્રતિ કરતી, ફરતી અને આગળ વધતી, મળેલી માલુમ પડે અભિરુચિ છે. હમણાં મરાઠી લોકકથા ભા. ૧, એ નામનું પુસ્તક બહાર પડ્યું છે, તેમાંની બે ત્રણ વાર્તા દક્ષિણમૂતિ ભવને છાપેલી બાળ વાર્તાના સંગ્રહમાં આવી જાય છે, અને આપણું પંચતંત્ર, કથાસરિત્સાગર, વગેરે ગ્રંથે ઈરાન, ગ્રીસ અને લૈટિન મુલકમાં જઈ કેવા ફેરફાર અને પરિવર્તાનને પામ્યા છે તે વાત તુલનાત્મક કથા વાર્તાના અભ્યાસીની જાણ બહાર નથી જ. બાળકોની પેઠે મોટાઓને પણ વાર્તા-નવલકથા વાંચવાનું ખૂબ ગમે છે; તેથી બીજા કોઈ પુસ્તક કરતાં વાર્તાઓનાં પુસ્તકે મોટી સંખ્યામાં પ્રકટ થાય છે અને તેનો ફેલાવો અને માગણી પણ લાઈબ્રેરીઓની ઇમ્યુબુક તપાસીશું તો બીજી કઈ જાતનાં પુસ્તક કરતાં બહોળા પ્રમાણમાં માલુમ પડશે, પછી ભલે તે મુંબાઈની રોયલ એશિયાટિક સોસાઈટીની શાખા જેવું વિધાનનું અભ્યાસ મંડળ હોય. વળી જનતામાં પ્રસિદ્ધિ અને ખ્યાતિ, એક નવલકથાકારને જેટલી મળે છે એટલી બીજા અગ્રગણ્ય વિદ્વાન લેખકોને મેળવતાં ઘણે સમય જોઈએ છીએ; તેથી બુદ્ધિશાળી તેમ જાણીતા લેખકે મોડા વહેલા નવલકથા લખવાને લલચાય–પ્રેરાય છે; પણ તેમાં બધાને એકસરખી ફત્તેહ મળતી નથી. મનુષ્યજાતિમાં આ વૃત્ત છેક પુરાતન કાળથી–જ્યારથી મનુષ્યજાતિને ઈતિહાસ ઉપલબ્ધ થાય છે ત્યારથી નજરે પડે છે, અને કથાવાર્તા મનુષ્યના આનંદનું, સુખ અને સંતોષનું, બેધ અને જ્ઞાનનું એક અપૂર્વ સાધન જરૂર રહેવાનું જ. અમુક એક હાને વર્ગ નવલકથા પ્રતિ અસંતેષ–અરુચિ અને ઉદાસિનતા દાખવે છે, તેની સાથે અમે એકમત થતા નથી; તેમ તે પ્રતિ સહાનુભૂતિ પણ ધરાવતા નથી. અમને નવલકથાનું વાચન ગમે છે; એટલું જ નહિ પણ તેને અમે જીવન વિકાસ માટે આવશ્યક ગણુએ ૧૧
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy