SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. સંગ્રહમાં વિસ્તૃત પ્રસ્તાવનાઓ લખી આપેલી છે, જે તે લેખક અને તેનું લખાણ સમજવા માટે કિમતી છે. સાતમી સાહિત્ય પરિષદમાં રજુ કરેલો કવિતા શિક્ષણ” વિષેને નિબંધ તેમ લિરિક વિષે “ કૌમુદી' માં ઉપાડેલી ચર્ચા એ વિષયમાં રસ લેનારે અવશ્ય વાંચવા વિચારવા જેવા છે. દક્ષિણ ફેલ હતા ત્યારે પહેલા માધવરાવ પેશ્વા વિષે નિબંધ લખેલો (માણેકજી ભીમજી ગોલ્ડ મેડલ નિબંધ) તે અદ્યાપિ મૂલ્યવાન અને મૌલિક જણાશે. હિન્દી રાજયબંધારણ અને વહિવટ વિષેનું એમનું પુસ્તક, જેની બે આવૃત્તિઓ થઈ છે, તે એ વિષય પર એક પ્રમાણભૂત ગ્રંથ લેખાય છે અને જૂદી જૂદી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેને એક પાઠયપુસ્તક તરીકે ઉપયોગ કરે છે, એ પરથી તે ગ્રંથની મહત્તા લક્ષમાં આવશે. | ગુજરાતી સાહિત્યમાં પ્રે. બળવંતરાયનું સ્થાન પ્રથમ પંકિતના વિદ્વાનામાં છે. સન ૧૯૨૦માં તેઓ અમદાવાદમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ચુંટાયા હતા. એમના ગ્રંથોની યાદી અભિજ્ઞાન શકુંલા નાટક સમશ્લોકી અનુવાદ ૧૯૦૬ લૂટાર્કનાં જીવન ચરિત્ર ૧૯૦૬ ભણકાર ( કવિતા ) ૧૯૧૭ છે બીજીધારા , ૧૯૨૯ દર્શનિયું ( નવલિકાઓ ) ૧૯૨૪ ઉગતી જુવાની ( નાટક ) ૧૯૨૩ લગ્નમાં બ્રહ્મચર્ય ( નાટિકા ) ૧૯૨૮ યુનાઈટેડ સ્ટેટસ ( ઇતિહાસ ) ૧૯૨૮ ઇતિહાસ દિગ્દર્શન ૧૯૨૮ ( ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિભાગ પ્રમુખ લેખે વ્યાખ્યાન) અંબાલાલભાઇ (જીવનચરિત) ૧૯૨૮ લિરિક (સાહિત્ય વિષયક) ૧૯૨૮ કવિતા શિક્ષણ [ , ] ૧૯૨૪ પરિષદ પ્રવૃત્તિ વિભાગ ૨ જે (પરિષદ વિષયક) ૧૯૨૮ , વિભાગ ૩ જો [ ) ૧૯૨૯ An Account of the First Madhav Rao Peshwa 1895 Text of the Shakuntala. 1920 Indian Administration to the Dawn of 1°, s 1921 Responsible Government 29, 1927 ૧૩૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy