SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ બળવંતરાય કલ્યાણરાય ઠાકર વ્યાખ્યાને આપેલાં, જે તેજ વર્ષે પુસ્તકરૂપે, પરિષદ વ્યાખ્યાનમાળા એ નામથી પ્રકટ થયેલાં અને તે જ વર્ષના અંત પહેલાં ખપી ગયાં હતાં. એ પ્રવૃત્તિને આગળ જારી રાખી, એ વિષય પર પ્રસંગોપાત ચર્ચાપ, લેખે વગેરે લખવા જરૂર પડેલી, તેના સંગ્રહ “પરિષદ પ્રવૃત્તિ ” ભા. ૨ અને ૩ એવા નામથી છપાવવામાં આવ્યા છે. એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૦૫માં બહાર પડયું હતું અને તે અભિજ્ઞાન શકુન્તલાને અનુવાદ છે. એ નાટકને એમણે કેટલો બધે ઝીણ અને માર્મિક અભ્યાસ કરેલો છે, એ સમજવા સારૂ, એમણે પહેલી એરિવંટલ કોન્ફરન્સ પૂણામાં મળી હતી, તેમાં એ નાટકમાંના સંદિગ્ધ પાઠોની વિસ્તૃત ચર્ચાને જે નિબંધ અંગ્રેજીમાં લખ્યો હતો, તે વાંચી જવાની વાચકને ભલામણ કરીશું. એજ વર્ષમાં લુટાકના જીવનચરિત્રનું પુસ્તક ભા. ૧ એમના મિત્ર સ્વ. હરિલાલ માધવજી ભટ્ટ સાથે લખીને બહાર પાડયું હતું. આવું કિંમતી પુસ્તક અપૂર્ણ રહે, એ ખરેખર ખેદજનક છે. સન ૧૯૧૬માં તેમના કાવ્યોનો સંગ્રહ “ભણકાર' એ નામથી પ્રસિદ્ધ થયો; અને તેમને ઊપઘાત છંદશાસ્ત્રના અભ્યાસીને અવશ્ય મનનીય માલુમ પડશે. ગયે વર્ષે તે પછી લખાએલી કવિતાને સંગ્રહ, ભણકાર'ની પૂરવણરૂપે બહાર પડયો છે અને એ કાવ્ય સંગ્રહ, સામાન્ય વાચકને કંઈક કઠિન જણાશે પણ એક વાર તે સમજાયા પછી, તેનો આસ્વાદ લેવામાં કંઇ જૂદીજ મિઠાશ અનુભવવામાં આવશે. સન ૧૯૨૩ માં “ઉગતી જુવાની ” એ નામનું નાટક અને સન ૧૯૨૪માં “દર્શનિયું ” એ નામનું એમની નવલિકાઓનું પુસ્તક, એ બે બહાર પડ્યાં હતાં. એમના પ્રકીર્ણ લેખ, નિબંધ વગેરે જે બહુ મોટી સંખ્યામાં છે, તે એમણે ફરી પુસ્તકરૂપે છપાવવાનું કાર્ય હમણાં હાથ ધરેલું છે અને તેમાંથી યુનાઈટેડ સ્ટેટ્સ, લિરિક, કવિતા શિક્ષણ, ઇતિહાસ દિગ્દર્શન, દી. બા. અંબાલાલભાઈ વગેરે પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. સન ૧૮૯૮માં સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ અબ્રાહમ લિંકનનું ચરિત્ર ગુ. વ. સોસાઇટીને લખી આપલું, તેને ઊપઘાત એમણે લખી આપેલો, તેજ ઉપર ગણાવેલી ચોપડીઓમાં “યુનાઈટેડ સ્ટેટસ”ને નામે છૂટો છપાવેલો છે. કાઠિયાવાડની જૂની વાર્તાઓ ભા. ૧ હરગોવિંદ પ્રેમજીએ બહાર પાડ્યો, તે માટે તેમણે એક વિસ્તૃત ઊપઘાત લખેલો; એજ ધોરણે ગોવર્ધનરામના સાક્ષરજીવન અને દી. બા. અંબાલાલભાઇના લેખના ૧૩૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy