SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા એઓ મૂળ સુરતના વતની છે. જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને એમનું ગોત્ર શાર્કરાસ, શાખા શાખાની અને વેદ ઋગ્વદ છે. એમને જન્મ વિ. સં. ૧૯૨૪ના વૈશાખ વદિ ત્રીજ-સન ૧૮૬૭ના જુનની ૧ લી તારીખે થયો હતો. એમના પિતા નિણરામ નિત્યારામ, એમને સવા બે વર્ષના મૂકીને મૃત્યુ પામ્યા હતા. તેઓ ગોપીપુરામાં આવેલી મિડલ સ્કૂલમાં શિક્ષક હતા અને વળી સાહિત્યના પણ શોખીન હતા. એઓ મોસાળમાં રહીને ઉછરી મોટા થયેલા. એમનાં માતાનું નામ ભવાનીમવરી–તે નરસિંહરામ વજેરામને પુત્રી, જેમણે પુત્રના ઉછેર અને કેળવણમાં ખાસ શ્રમ લીધેલો. મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેઓ વડોદરા કૉલેજમાં ગયેલા અને ત્યાંથી પ્રિવિયસ અને ફસ્ટ ઈયર ઇન એગ્રીકલ્ચર, એ બે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હતા. સન ૧૮૯ને વૈશાખ માસમાં એમનું લગ્ન હરિસુખરામ માણેકરામ મુનસફના પુત્રી સૌ. સગુણાગવરી સાથે થયું હતું. એ બહેન પણ સાહિત્યરસિક છે અને “સગુણ સ્ત્રીઓ' વગેરે પુસ્તકે એમણે લખેલાં છે, તેમજ લલિત કળાનો ખાસ શોખ એઓ ધરાવે છે. એમના માતુશ્રી ભવાની ગવરીનું સન ૧૮૯૧ના જુન માસમાં આવસાન થયું હતું. આર્થિક સ્થિતિ એવી સારી નહિ કે આગળ વધુ અભ્યાસ કરી શકે. માતાએ જેમ તેમ ઘરનો નિવાહ ચલાવેલો. આ સ્થિતિમાં એમને નોકરી શોધવાની જરૂર પડી. તુરતજ તેઓ કાઠિયાવાડમાં જામનગર હાઈકુલમાં રૂ. ૪૫)ને માસિક પગારે વિજ્ઞાન શિક્ષક નિમાયા. ત્યાં ત્રણેક માસ રહ્યા નહિ હોય એટલામાં રાજકોટની રાજકુમાર કોલેજમાં રૂ.૫૦ના પગારે તેમની કાયમ નિમણુંક થઈ. ત્યાં તેઓ સન ૧૯૦૪ સુધી રહ્યા હતા. એ પછી રાજકેટની એફ્રેડ હાઈસ્કૂલમાં સન ૧૯૦૯ સુધી વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કર્યું હતું. તે પછી છોટાઉદેપુરના રાજાના પ્રાઈવેટ સેક્રેટરી નિમાતાં, તેઓ ત્યાં ગયા હતા. પણ હવાપાણી અનુકૂળ નહિ આવવાથી, પાછા રાજકોટમાં આવી મિડલ સ્કુલમાં હેડ માસ્તરને પદ જોડાયેલા. પાછળથી ધાંગધ્રા રાજ્યમાં ગયા હતા. સન ૧૯૧૪માં કાઠિયાવાડ છોડી, સુરત ગયા અને પછી વડોદરામાં જૂદા જૂદા કાર્યોમાં ગુંથાયા હતા. હમણાં સુધી તેઓ દેવગઢ બારિયામાં રણજીતસિંહ હાઇસ્કુલમાં હેડમાસ્તરના પદે હતા પણ ૧૩૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy