SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર વસ્તુતઃ આપણા ગ્રંથ સંગ્રહાલયને બારીકાઇથી તપાસીશું તે તેમાં મૌલિક અને સ્વતંત્ર પુસ્તકા કરતાં તરજુમાનાં પુસ્તકા બહુ મેટી સંખ્યામાં મળી આવશે; અને તે ખરી રીતે આપણને ખેદનું કારણ ન હોવું જોઇએ. સામાન્ય રીતે બુદ્ધિશાળી લેખક પરભાષામાંથી એકાદ સારા ગ્રંથના તરજુમા કરવાનું ભાગ્યેજ કબૂલે; એ કાય કઠિન છે તે માટે નહિ; પણ મૂળ ગ્રન્થને પેાતાની ભાષામાં ઉતારતાં એનું વ્યક્તિત્વ લુપ્ત થાય છે અને એમ કરવાને કયેા સમ લેખક તત્પર હોય ? પણ આપણે એવી સ્થિતિમાં મુકાયલા છીએ કે તેને વશ થયા વિના આપણે છૂટા નથી. પરંતુ આજકાલ એક ખાટી પ્રથા આપણા લેખકવર્ગમાં પેસી ગઈ છે, તે પ્રતિ દુક્ષ કરાય એમ નથી. ઈંગ્રેજી, બંગાળી, મૂળ ગ્રંથ વા લેખને હિંદી અને મરાઠીમાંથી, હમણાં હમણાં, સંખ્યાબંધ નામનિર્દેશ નવા લેખકૈા, માસિકા અને વર્તમાનપત્રમાં, અનુવાદ કે રૂપાંતર કરી લેખા, વાર્તા અને નાટકા લખી મેાકલે છે; પણ તેના મૂળ લેખક વા ગ્રંથને નાનિર્દેશ સરખા કરતા નથી. બહુ તા કાઈક વખત સૂચિત, ઈંગ્રેજી પરથી, કે અનુવાદ એટલેાજ ઉલ્લેખનોંધ કરીને સંતેષ પામે છે; પણ તે કાઇ રીતે યોગ્ય તેમ વાજી નથી. ન્યાયની ખાતર લેખકે મૂળ ગ્રંથ વા લેખકનું આખું નામ દર્શાવવું જોઈએ, જેથી મૂળ કૃતિ સાથે જરૂર પડયે તેને સરખાવી તપાસી જોવાય; તેના ગુણદોષ પણ પારખી, તારવી શકાય; અને તેમ કરવાથી માસિકેામાં ખાસ કરીને “ સાહિત્ય ”માં અપહરણ સંબંધી જે સંખ્યાબંધ ચર્ચાપત્રા લખાઈ આવે છે તે લખાતાં અટકે. ( જીઓ, જુલાઈ માસનું · સાહિત્ય ’–રા. રામચંદ્રનું ચર્ચાપત્ર. ) 66 વાસ્તવિક રીતે મૂળ લેખકનું નામ તેમ તેની કૃતિને નિર્દેશ થવા, એ જેમ ન્યાયયુક્ત તેમ તે તરજુમાની યથાર્થતા જોવા અપહરણ વિચારવા અને તુલના કરવા સારૂ આવશ્યક છે. બ્રહ્માંડના ભેદ ' નામક એક રેશમાંચક કથાનું પુસ્તક ઘેાડા સમય પર બહાર પડયું હતું; પણ તેમાં કોઈ સ્થળે સૂચન સરખું એ નહતું કે તે એક અનુવાદના ગ્રંથ છે; વાચક સામાન્ય રીતે તેને એક સ્વતંત્ર કૃતિ તરીકે સમજે. વસ્તુતઃ તે ગાઈ પ્રુથખી નામના એક અંગ્રેજ ગ્રંથકારના રીટન એફ ડાકટર નિકાલા’! અનુવાદ છે. આવું તે ધણું બને છે; પણ ८ "
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy