SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન એવું કાઈ કિમતી પુસ્તક, પછી તે ગમે તે દેશ કે ભાષાનું હોય, નહિ જડે કે જેને ઈંગ્રેજીમાં સમગ્ર સાર કે અનુવાદ પ્રકટ થયલે મળી નહિ આવે; અને તે કારણે ઈંગ્રેજી સાહિત્ય આજે અત્યંત સમૃદ્ધ, વિવિધ પ્રકારનું, વૈભવભર્યું અને પૂરૂં વિકસેલું અને ખિલેલું છે. આર્યવર્તનું ઐકય જેના ગાઢ સસ અને નિકટ સહવાસમાં આપણે પ્રતિદિન આવીએ તેના ભાષાસાહિત્યની અને આચારવિચારની આપણા જીવનપર અને આપણા સાહિત્યપર અસર અચૂક થાય એમ આપણા પાછલેા ઈતિહાસ કહે છેજ. આપણી આ સંસ્કૃતિની રચના અને વ્યવસ્થા એવી રીતે ઘડાઇ છે કે હિન્દના કાઇ પણ ભાગમાં આપણે વિચરતા હોઇએ-અને આપણાં તીસ્થાના તે! હિન્દની ચારે દિશામાં પથરાયલાં છે અને જ્યાં અદ્યાપિ હજારે મનુષ્યા, સ્ત્રી પુરૂષા યાત્રાએ જાય છે—છતાં આપણે એક પ્રકારના આચારવિચાર અને ભાવનાની સામ્યતા અને સળંગતા તથા જાતિએકતા નિહાળીએ છીએ; તે પછી એક બીજા પ્રાંતના સાહિત્યને વિશેષ પરિચય થાય અને એ રીતે પરસ્પર સંબંધ દૃઢ અને ગાઢો થાય, એમ કાણુ નહિ ઈચ્છે ? તે ઉપરાંત જેને આપણે સાહિત્ય અને સંસ્કૃતિની અમર કૃતિએ કહી શકીએ, તેનેા આનંદ મેળવવાને કાણ ઉત્સુક નહિ અને ? બંગાળામાંથી એક ટાગાર કે એક શરદ બાબુ, મહારાષ્ટ્રમાંથી એક તિલક કે એક વૈદ્ય, એક ગડકરી કે એક કાલ્પાટકર, પજાબમાંથી એક સર મહમદ ઇકબાલ કે એક લજપતરાય, સંયુક્ત પ્રાંતમાંથી એક ગૌરીશ'કર ઓઝા કે એક પ્રેમચદ કે એક મૌલાના શિખલી સાહેબ વગેરેની કૃતિઓના અનુવાદ ગુજરાતીમાં ઉતારવામાં આવે તે પર પ્રાન્તના સાહિત્યના પરિચય વધવાની સાથે, ત્યાંની ઉત્તમ કૃતિથી આપણું સાહિત્ય વિશેષ સમૃદ્ધ અને પ્રકાશિત થાય; અને એ તે પ્રસિધ્ ખીના છે કે છગનલાલ પંડયાની કાબરી, દી. બા. કેશવલાલની મેળની મુદ્રિકા, પ્રધાનની પ્રતિજ્ઞા, સ્વપ્નની સુંદરી, મહાદેવભાઇનું ચિત્રાંગદા, નવલરામનું ભટ્ટનું ભાપાળુ, મણિલાલનું ગુલાબસિંહ, પ્રેા. બળવંતરાયનું પ્લુટાર્ક, ઉત્તમલાલનું ગીતા રહસ્ય, પંખુ પુરાણીના ગીતા નિષ્ક અને પૂર્ણ યાગ, અરવિંદ કૃત—તેમ સુધાહાસિની, શિલરનું વિલ્હેમ ટેલ નાટક, જીવન સંધ્યા, બંકિમનું કૃષ્ણચરિત્ર, લેન્ડેરના કાલ્પનિક સંવાદે, કવનું આત્મવૃત્તાંત, વગેરે વગેરે અનુવાદ પુસ્તકાથી ગુજરાતી સાહિત્ય ઉજ્જવળ બન્યું છે એમ કાણુ નહિ કખૂલે ? ७
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy