SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહરાવ ભેાળાનાથ દિવેટિયા સન ૧૮૯૬માં ‘ હૃદયવીણા ’ છપાયેલું; સન ૧૯૧૪ માં નૂપુરઝ કાર’; સન ૧૯૧૫ માં ‘સ્મરણ સંહિતા' એ રીતે ક્રમે ક્રમે કાવ્યગ્રંથ આપણને તેમના તરફથી મળતા રહ્યા છે; અને તે સઘળાં ગુજરાતી સાહિત્યમાં સદા ઊંચું સ્થાન જરૂર લેશે. સન ૧૯૧૩ માં પ્રાંતિક સંસાર સુધારા પરિષદ અમદાવાદમાં એમના પ્રમુખપદ હેઠળ મળી હતી, તે પ્રસંગે પ્રમુખ તરીકે એમણે આપેલું વ્યાખ્યાન સમાજસુધારાના સિદ્ધાંતેા સ્પષ્ટ રીતે ચવાની સાથે, એ હિલચાલ વિષે નણવા જેવી હકીકત નોંધે છે. એ વ્યાખ્યાનનું ગુજરાતી ભાષાન્તર રા. સાકરલાલ અમરતલાલ દવેએ કરેલું ફાલ્ગુન ૧૯૬૯ ના ‘વસન્ત'માં પ્રગટ થયું હતું. સન ૧૯૧૫ માં સુરતમાં મળેલી પાંચમી ગુજરાતી સાહિત્યપરિષદ્ના પ્રમુખ તેએ નિમાયલા. સન ૧૯૧૫ માં મુંબાઇ યુનિવર્સિટી તરફથી વિલ્સન કાઇલાલેજીકલ વ્યાખ્યાને આપેલાં; જેનું પહેલું વાલ્યુમ સન ૧૯૨૧ માં બહાર પડયું હતું અને બીજું હજુ પ્રેસમાં છે. વળી આ વર્ષની શરૂઆતમાં (ાન્યુઆરી, ૧૯૩૦) મુંબાઇ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાને ગુજરાતી સાહિત્યપર એમણે આપ્યાં હતાં; અને તે છપાઇને બહાર પડેથી, ગુજરાતી સાહિત્યના અભ્યાસીને એમના અન્ય લેખા મુજબ મૂલ્યવાન માલુમ પડશે. જેમ નવીન કવિતા કરીને ગુજરાતી સાહિત્યમાં તેમણે નવીન ભાત પાડી છે, તેમ એમનું નામ એમના જોડણી નિયમા માટે હમેશ યાદ રહેશે. સન ૧૮૮૯ માં એ પ્રશ્ન એમણે ઉપાડેલે; તેમાંના કેટલાક મુદ્દાઓ પાછળથી સ્વીકારાઇ, સામાન્ય રીતે પ્રચલિત થઇ ગયા છેઃ માત્ર ‘'કાર અને થ’કાર વિષે સહેજ મતભેદ હજી ઊભા છે; પણ એટલું કહેવું જોઇએ કે એમની એ પ્રવૃત્તિના પરિણામે ગુજરાતી જોડણીમાં એક નિયમિતતા અને શુદ્ધિ દાખલ થયેલાં છે. એજ રીતે પ્રેમાનંદનાં નાટકા વિષેને એમને નિબંધ, ત્રીજી સાહિત્ય પરિષદમાં રજુ થયલે, તેણે એ વિષય પ્રતિ સાનું સારી પેઠે ધ્યાન દોર્યું હતું અને તે કારણે એ ચર્ચામાંથી કેટલુંક નવતીત પ્રાપ્ત થયું છે, એમ બેશક કહેવું પડશે. એમના અભિનયકલા વિષે નિબંધ બીજી સાહિત્ય પરિષદમાં રજી ૧૦૫ ૧૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy