SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી નરસિંહરાવ ભેળાનાથ દિવેટિયા, બી.એ., સી. એસ. એમને જન્મ અમદાવાદમાં સન ૧૮૫૯ માં ૩જી સપ્ટેમ્બરના રોજ થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના પિતા ભોળાનાથભાઈનું નામ આખા ગુજરાતમાં એક આગેવાન સમાજસુધારક તથા ધર્મસુધારક તરીકે મશહુર છે. એમની માતાનું નામ શિવકાશી હતું. એમનું પ્રથમ લગ્ન સન ૧૮૭૨ માં થયેલું. બી. એ.ની પરીક્ષા સન ૧૮૮૦ માં બીજા વર્ગમાં અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાઓ ઐચ્છિક વિષય તરીકે લઈને પાસ કરેલી; એટલું જ નહિ પણ સંસ્કૃતમાં પ્રથમપદે આવેલા અને ભાઉ દાજી પ્રાઈઝ મેળવેલું. દી. બા. કેશવલાલ, સ્વ. મણિલાલ નભુભાઈ અને છે. શ્રીધર ભાષ્કારકર એમના સહાધ્યાયીઓ હતા. સન ૧૮૮૦માં એમનું બીજી વારનું લગ્ન સિા. સુશીલાબહેન સાથે થયું હતું. આગળ એમ. એ, અને એલ એલ. બી. નો અભ્યાસ કરવા માંડે; પણ તે અરસામાં સરકાર તરફથી સ્ટેટયુટરી સિવિલ સર્વિસમાં આસિસ્ટંટ કલેકટરની જગા મળવાથી તે પડતું મૂકેલો અને ઈ. સ. ૧૮૮૪ માં તેઓ આસિ. કલેકટર નિમાયા હતા; પ્રથમ ખેડામાં નીમાયા; પછી સોલાપુર બદલી થયેલી; ત્યાંથી બીજાપુર, પછી કારવાર અને પછીથી સિંધ હૈદરાબાદ, નાશિક, ખાનદેશ તથા રત્નાગિરિ ગયેલા; સન ૧૯૦૫ માં રત્નાગિરિમાં નિમાયેલા. નોકરીને ઘણોખરે. સમય દક્ષિણમાં જ વ્યતીત થયેલો. સન ૧૯૧૨ માં તેઓ નિવૃત્ત થયા હતા; પણ પાછળથી કૅલેજમાં ગુજરાતીને અભ્યાસ દાખલ થતાં, ઈ. સ. ૧૯૨૧ માં તેમને એલિફન્સ્ટન કૅલેજમાં ગુજરાતીના લેકચરર તરીકે નિમવામાં આવેલા છે અને તે કાર્ય હજુ આટલી વયે સરસ રીતે કર્યું જાય છે. સન ૧૮૮૬-૮૭ માં શ્રીયુત નારાયણ હેમચંદ્રના સમાગમથી ગુજરાતીમાં કવિતા લખવાને વિશેષ વેગ મળેલો, જે “કુસુમમાળા'માં પરિણમ્યો. તે આગમચ છૂટક પદ્ય અને કાવ્યો લખેલાં, પણ તેમાંના થોડાંક જ રહેવા પામ્યાં છે; ઘણાંને તેમણે નાશ કર્યો છે. કુસુમમાળા' પ્રથમ પ્રકટ થયેલી ત્યારે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ ખળભળાટ થયેલે; અને બે તડાં–પક્ષ બંધાઈ ગયેલાં; પણ એ કવિતાઓમાંના કાવ્યતત્ત્વના બળે એ નવાં કાવ્યોનાં પુસ્તકો અદ્યાપિ હોંશભર વંચાય છે. ૧૦૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy