SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી થયો, તે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી જુદા પુસ્તકરૂપે છપાય છે અને થોડા સમયમાં બહાર પડશે. એક વિવેચક અને ભાષાશાસ્ત્રી હોવા સાથે, તેઓ એક સમર્થ નિબંધ લેખક છે અને વર્તમાનપત્રો અને માસિકમાં કઈ અગત્યનો મુદ્દો આવતાં તે પર પિતાને વિચાર અને અભિપ્રાય દર્શાવવાનું તેઓ ભાગ્યેજ ભૂલતા હશે; એટલી બધી એમની નજર ચોતરફ ફરતી અને સર્વદેશી હોય છે. પતે એકેશ્વરવાદમાં શ્રદ્ધા રાખે છે અને ચુસ્ત પ્રાર્થનાસમાજ છે. પ્રાર્થના મંદિરમાં કરેલા એમના ઉપદેશે અને વ્યાખ્યાનોની સંખ્યા પણ મેટી માલુમ પડશે. એમના મોટા પુત્ર શ્રીયુત પ્રસન્નકુમાર અમદાવાદમાં પોલીસ ફોર્સમાં છે અને બીજા પુત્ર શ્રીયુત ભાઈ નલિનકાન્ત પુખ્ત ઉમરે પહોંચે તે અગાઉ મૃત્યુ પામેલા; પણ એટલી હાની વયે એમણે પિતાની પાસે જે જ્ઞાન અને સંસ્કારિતાને અમૂલ્ય વારસ મેળવેલો હતો તેને ઝાંખો પરિચય એમના લેખો અને પ્રો. બેઈનની વાર્તા (Digit of the Moon)નું “ઈન્દુકલા” નામે ભાષાન્તર; “નૂરજહાન' સરદાર જોગેન્દ્રસિંહની વાર્તાનું ભાષાન્તર; Poverty to Power નામના વિષમ ગ્રંથનાં પ્રકરણોનાં ભાષાન્તર, કેટલાંક કાવ્યો છે. દ્વારા કરાવેલો. એવુંજ શેકકારક મૃત્યુ એમની મહેટી પુત્રી સૌ. ઊર્મિલાબહેનનું હતું. તેઓએ પણ પ્રે. બેઇનની કથાનું ભાષાન્તર તથા કમલિની' વાર્તા (ભાષાન્તર) ગુજરાતને આપ્યાં છે. બીજી પુત્રી સૌ. લવંગિકા બહેન બી. એ, ( ફિલોસોફીના વિષય લઈને) થયેલા છે અને તેમણે “ગ્રીક સાહિત્યનાં કરૂણરસ પ્રધાન નાટકોની કથાઓ એ નામનું પુસ્તક અંગ્રેજી પરથી લખ્યું છે, તથા “સુવર્ણ કેશી' નામનું ભાષાન્તર વાર્તા પુસ્તક પ્રકટ કર્યું છે. શ્રીયુત નરસિંહરાવના પ્રકીર્ણ નિબંધો અને વ્યાખ્યાનનો એક મોટો સંગ્રહ થવા જાય. એક ભાગ “ગુજરાતી” પ્રેસે મનોમુકુર' નામથી પ્રસિદ્ધ કર્યો છે; બીજા લેખોને સંગ્રહ પણ સંગ્રહાઈ છપાવાની આવશ્યક્તા કે સ્વીકારશે. એમના પુસ્તકની યાદી કુસુમમાળા (કાવ્યો) . ઇ. સ. ૧૮૮૭ (પ્રથમ આવૃત્તિ); ઈ. સ. ૧૯૧૮ (છઠ્ઠી આવૃત્તિ). ૧૦૬
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy