SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જણાય છે. આગરા, દિલ્હી, કાશી, બનારસ, અયેાધ્યા, લખનૌ, અજિમગજ, પટણા, હૈદરાખાદ જેવા દૂરદૂરનાં સ્થળામાંથી મળેલા આ લેખા અચલગચ્છના આચાર્યના વિહારપ્રદેશ સૂચવે છે જે અચલગચ્છના ગતકાલીન પ્રભુત્ત્વની ઝાંખી કરાવે છે. એ લેખામાંના કેટલાક તેા મૂલનાયકજીની પ્રતિમા ઉપરના છે. અર્વાચીન લેખામાં સૌથી વધારે લેખા શેઠ શ્રી કેશવજી નાયકે સંવત ૧૯૨૧ માં કરાવેલી અંજનશલાકા વખતના છે. માત્ર શત્રુ ંજયની ટુંકામાં જ નહીં કિન્તુ સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મઇસુર, આન્ત્ર, કેરલ તેમજ ઉત્તર અને પૂર્વ ભારતમાં કે જ્યાં કચ્છી સમાજ વસે છે ત્યાં, આ લેખા ષ્ટિગેાચર થાય છે. એ સાલના માત્ર થાડાક લેખેા જ મે' નાંધ્યા છે એ લેખાને વિસ્તાર સૂચવતા અમુક દૃષ્ટાંતરૂપે જ. જો એ સાલના બધા જ લેખા લેવામાં આવે તે આવા ૫-૧૦ લેખસ'ગ્રહેા તૈયાર થાય !! સામાજિક: આ લેખા સામાજિક ખામતા ઉપર પણ ઘણા જ પ્રકાશ પાથરે છે. તે વખતના નામેા, ગાત્રા, વશે અને જ્ઞાતિએ, તત્કાલીન રીતરીવાજો અને માન્યતાઓ, ભાષા-લિપિ, પ્રવર્તમાન શકે અને સંવતા ઇત્યાદિ વિષયેા ઉપર અત્યંત માહિતીપૂર્ણ સામગ્રી આ લેખા પૂરી પાડે છે. (૧) નામાભિધાના : (૬) લેખેામાં આવતાં હેમા, ભેાજા, પાતા, કાલા, હીરા, પેથા ઇત્યાદિ એક શબ્દાત્મક અને તેાછડાં નામેા આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. લાલ, ચન્દ્ર, રાજ, સિહ દેવ આદિ પ્રત્યયેા વિનાનાં આવાં નામેા તત્કાલીન સમાજરચનાનું દર્શન કરાવે છે. પરદેશીએના અમાનુષ આક્રમણા અને અત્યાચારીએ આ દેશમાં આક્રાશ, ભય, ક્રોધ અને ઘણાનું વાતાવરણ સર્જી દીધું હતું. એ અરસામાં વ્યાપારીએ, કૃષકે અને શુદ્ધો પદદલિત રહ્યા, વિપ્રેા પૂજનીય અને ક્ષત્રિયે ચેાષ્ઠા હોવાના કારણે સન્માનિત હતા. તેઓ અન્યને ૧ શ્રી દેવજી દામજી ખેાના મને પત્રમાં જણાવે છે કેઃ—“હું આ વર્ષે શિખરજીની જાત્રાએ ગએલ ત્યારે અજીમગજ પણુ ગએલ. હાલ મેટા ભાગ કલકત્તામાં વસવાટ કરે છે. શ્રી અગરચંદ નાહટા અગર શ્રી નાહટાજી( બરાબર ખ્યાલ નથી )ના મત મુજબ એએ મૂળ અંચલગચ્છના છે. વેળા દાઢેકસા વર્ષા પૂર્વ ખરતરગચ્છના આચાર્યાં એ બાજુ વિચરતાં એ ખરતરગચ્છીય સમાચારી કરે છે પણ્ સ'વત્સરી પાંચમની કરે છે, તેમજ પ્રભુજીનાં નવ અગની પૂજા કરતાં આપણા અચલગચ્છની વિધિ મુજબ ખભા ઉપર તિલક કર્યા પછી નાભિ, હૃદય, ક, લલાટ અને મસ્તક ઉપર તિલક કરે છે. એમની સ્નાત્રપૂજામાં મેં “ જળભરી સ`પુટ પત્રમાં ” વાંચતાં જાણવા મળ્યું. આ મુર્શિદાબાદ છાના જીઆગંજ તથા અજીમગજના શ્રાવકો બધા ઓશવાળ છે, અને ચારેકસા વર્ષ પૂર્વે તેમણે 'ગાળમાં વસવાટ કર્યાં. નવાખાને ખુશ કર્યો, દીવાનપદ ભાગવ્યું, મેટા જાગીરદાર બન્યા અને રાજાસાહેબેાના કામેા પણ મેળવ્યા. આ લેકા રજવાડી ઢમે ઉછર્યાં છે અને એ પ્રમાણે હજી પણ એમનું જીવન ઉમદા રીતે તે સ્ત્રી રહ્યા છે.”
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy