SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આવ્યું છે.૧ સંવત ૧૭૯૭ ના કાર્તિક સુદિ ૫ માં સુરતમાં એમના દેહોત્સગ થયા અને ત્યાં શ્રી ઉદયસાગરસૂરિના ઉપદેશથી એમની પાદુકાની અ‘ચલગચ્છના ઉપાશ્રયમાં સુરતના સઘે સ્થાપના કરી. શ્રી વિદ્યાસાગરસૂરિના સમકાલીન અને એમના શિષ્ય, વાચક નિત્યલાલે “ શ્રી વિદ્યાસાગરસૂરિ રાસ ” માં તેમના સુરતમાં થયેલા કાળધનું વિસ્તૃત વર્ણન કર્યું. છે. તેમજ આ હકીકતનું સમર્થન શ્રી ઉદયસાગરસૂરિએ રચેલ “ ગુણવર્મા રાસ ” ની એ જ વર્ષની ગ્રંથપ્રશસ્તિ ઉપરથી આપણને મળી રહે છે. સાક્ષર શ્રી મેાહનલાલ દલીચંદ દેશાઇએ એ બધી કૃતિઆના અભ્યાસ કર્યા પછી ઉક્ત ઘટનાને સમર્થન આપ્યું છે.૪ આમ શ્રી વિદ્યાસાગરસૂરિનું નિર્વાણુસ્થાન તેમજ શ્રી ઉદયસાગરસૂરિનું પદ્મમહાત્સવસ્થાન સુરત હોવાનું પ્રતિપાદન કરવામાં ઉક્ત પાદુકાલેખ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. (૫) સેાળમી શતાબ્દી પહેલાના લગભગ બધા લેખા ઉપરથી જાણી શકાય છે કે અચલગચ્છના આચાર્યાં પ્રતિષ્ઠા કરતા નહીં, પરંતુ તેમના ઉપદેશથી પ્રતિષ્ઠા થતી. “શતપદી” નિર્દેશિત શ્રમણ-સમાચારી અનુસાર એ જણાય છે.' અચલગચ્છના આચાઈંએ કરેલી પ્રતિષ્ઠાએના ઉલ્લેખ કરતા એ પછીના લેખા સુદીર્ઘ કાલથી અનુસરાયેલી એ પ્રણાલિકામાં થયેલું પરિવર્તન સૂચવે છે. કાલાનુગત પ્રવિષ્ટ શિથિલાચાર આમ થવાના કારણરુપ હાઇ શકે. અથવા તે અન્ય ગચ્છની વિચારસરણીની અસર પણ સંભવિત છે. (૬) એવી જ રીતે ગુરુપ્રતિમાએ પ્રસ્થાપિત કરવાનાં “ શતપદી ” માં કરાયેલા ઉગ્ર નિષેધ અનુસાર ગુરુપ્રતિમાઓને બદલે તેમની ચરણપાદુકાઓ અને તેમની ઉપરના ઉત્ઝીણુ લેખા પ્રાપ્ત થાય છે. જીએ લેખાંક ૩૧૭, ૩૧૮, ૩૦, ૩૨૩. કિન્તુ છેલ્લા પચાસેક વર્ષ પછી શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રતિમાએ અનેક સ્થાનેામાં જોવા મળે છે. જુએ લેખાંક ૩૮૯, ૩૯૧, ૩૯૬, ૪૫૭. સિદ્ધાંત પરિવતનના અત્યંત મૂળભૂત અંગને સ્પર્શતા આ લેખે આપણી સમક્ષ નક્કર હકીકતરૂપે રજૂ થાય છે. (૭) ત્રણસે વર્ષ પહેલાના અને પછીના લેખા વચ્ચે બીજો નોંધનીય ફેરફાર એ જણાય છે કે પહેલાના લેખા સમગ્ર ભારતવર્ષમાં ઠેર ઠેર પથરાયેલા છે. પછીના લેખાનું ક્ષેત્રફળ માત્ર મહાગુજરાત અને તેમાંયે ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર પૂરતું જ મર્યાદિત ૧ “ અ‘ચલગચ્છતી મેાટી પટ્ટાવલી ’’ પૃ. ૩૬૫. એ નામના ૨ સાક્ષર શ્રી મણીલાલ બકેારભાઇ વ્યાસ એમના “ શ્રીમાળી વાણીઆએના જ્ઞાતિભેદ પુસ્તકમાં લખે છે—“ આ ઉપાશ્રય વેંચાઇ ગયા છે. તે ભવાનીના વથી દક્ષિણ દિશાની સડક ઉપર ડા. ઇશ્વરલાલના ઘરની જોડેનું મકાન છે. હાલ તે કાઇ કહુખીની માલિકીનું ઘર છે. તેમાં બે દહેરીએ છે તે તેમાં પગલાની સ્થાપના છે.” પૃ ૨૨૨. ( સને ૧૯૨૧ ) ૩ ઐતિહાસિક રાસ સગ્રહ ', ભાગ ૩ જે. સં॰ શ્રી વિજયધમ સૂરિજી. .. ૪ જૈન ગૂજર કવિઓ'' ભા. ૨ જો. પૃ. ૫૭૪. ૫ આચાય મહેન્દ્રસિ ંહસૂરિકૃત ‘શતપદી,” વિચાર ૩ શ્વે. પ્ર॰ શ્રી રવજી દેવરાજ (કે।ડાયવાળા).
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy