SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ એક શબ્દાત્મક, તેછડા અને અપમાનજનક નામથી સંબોધતા, એટલે આવાં નામે પાડવાને વ્યવહાર શરુ થયે. આમ નામની વિચિત્રપૂર્ણ રચનામાંથી આપણને એ અશાન્ત યુગની ઝાંખી થાય છે. a) અનેક રાજપૂતોએ જૈનાચાર્યોના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કરેલો. એમનાં ધર્મ પરિવર્તન પછી પણ એમનાં નામે એવાં જ પાડવાનો રીવાજ ચાલુ રહ્યો. આ સંગ્રહમાં આવતાં વ્યાઘસિંહ, વીરસિંહ, જયસિંહ, વિક્રમસિંહ એવાં નામો એ વાતની પ્રતીતિ કરાવે છે. () પતિગૃહે સ્ત્રીઓનાં નામે એમના પતિના નામને મળતાં જ પાડવામાં આવતાં. દા. ત. ઉદય-ઉદયાદે, દેવલ-દેવલદે. કેટલાક લેખમાં તે એક પુરુષની બે-ત્રણ પત્નીએનાં નામ આવે છે. ત્યાં પણ નામમાં તે મળતાપણું છે. દા. ત. “વ્ય. સાહિસા ભાર્યા સહિજલદે અપરભાર્યા સિરીયાદે (લેખાંક ૧૯૦). () નામની પસંદગી પાછળ પણ જૈનધર્મે અપનાવેલ સર્વધર્મસમભાવને આદર્શ રજૂ થાય છે. લેખાંક ૧૨૦ માં રાહુલના પુત્રનું નામ નારદ છે. લેખાંક ૨૭૦ માં ભીમ અને અર્જુન ભાઈઓનાં નામો છે. રાવણે પણ પિતાના સુકૃત્યોથી ઉચ્ચગોત્ર બાંધ્યું હાઈને, તેનું નામ જનસમાજમાં અપ્રિય હોવા છતાં, જેનોએ એ નામ સ્વીકારવામાં આનાકાની કરી નથી. શ્રાવકનાં નામે રાવણું હોવાનાં દાખલાઓ આ સંગ્રહનાં લેખાંક ૧૧૯ અને ૪૩૦ પૂરા પાડે છે. () ગુરુઓનાં નામ આગળ એમનું પદ મૂકવામાં આવતું, જેમકે ગચ્છનાયક, આચાર્ય, ઉપાધ્યાય કે વાચક, ગણિ ઈત્યાદિ. સાધ્વીઓના પ્રવર્તિનીપદને પણ ઉલ્લેખ થતું. તેવી જ રીતે શ્રેણીઓ કે સામાન્ય માણસ માટે કેઈક પદ નામ આગળ જોવામાં આવે છે. જાગીરદાર કે ગરાસદાર આગળ માનવાચક ઠકુર–ઠાકોર શબ્દ લખાતે. રાજ્યને દીવાન, કારભારી કે મેટે હોદ્દેદાર હોય તે તેનાં નામ આગળ મંત્રી કે મહત્તમ-મહં. એવો શબ્દ મૂકાતો જેઓ સંઘ કાઢતા તેમનાં નામ આગળ સંઘવી લખવામાં આવતું. જેઓ મંદિરની વ્યવસ્થા સંભાળતા તેઓ ગેઝી કહેવાતા, જે શબ્દ અત્યારે માત્ર ગઠી કે પૂજારીના અર્થમાં રૂઢ થઈ ગયું છે. વ્યાપારીઓ અને ધનપતિઓનાં નામ આગળ વ્યવહારી કે શ્રેષ્ઠી શબ્દ લખાતે. બાકીના સામાન્ય જન માટે ફક્ત સારા લખાતું. ' (૨) આચાર્યોના પદસૂચક ૧૦૮ કે ૧૦૦૮ ને અંક મૂકવામાં આવતું તેમ શ્રેણીઓ કે રાજવીઓ માટે પણ અંક મૂકવામાં આવતા. દા.ત. લેખાંક ૩૨૬ માં નિહાલચંદના નામની આગળ ૫ ને આંકડે મૂકવામાં આવ્યું છે. લેખાંક ૩૩૪ માં પાલીતાણાના ઠાકર પ્રતાપસિંહજીના નામ આગળ ૭ ને આંકડો મૂકવામાં આવે છે. આ અંક એમનાં ઉચ્ચપદને દર્શાવવા લખાતા હશે એમ અનુમાન થાય છે. ૧ શ્રી ગૌરીશંકર હીરાચંદ ઝા કૃત શિરોહીના પ્રાતિહા પૃ. ૬૮.'
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy