SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આહે યા કલ્પનેને હળહળણારા લેખનપ્રામાણ્યવાદી વર્ગ, શિક્ષણ બિઘડલે આહે અશી ઠામ ભૂમિકા ઘેણારા વિદ્વાનાંચા વર્ગ અસે અનેક વર્ગ...’ (પૃ. ૧૩). આ બધા વર્ગો પોતાની સમજણ સમાજ પાસે મૂકીને બેસી રહેતા નથી. તેઓ તો ‘આપલા તર્કશુદ્ધ યુક્તિવાદ ઇતરાંના પટૂ નયે યા વિચારાને બેચેન હોતાત, ખિન્ન હોતાત, રાગાવતાત, આણિ ચિડવતાત સુદ્ધાં” (પૃ. ૧૩). ભાષાસ્વરૂપ કે પતિનું તાટસ્થ્યપૂર્વક નિરીક્ષણ ન થાય ત્યાં સુધી આ પ્રકારની ગેરસમજ ઓછી થાય નહીં. ભાષા વિષેની આ જો ગેરસમજ હોય તો ભાષાનું સાચું સ્વરૂપ શું? ભાષા તો ધ્વનિનિમિત સંકેતોની બનેલી એક સામાજિક સંસ્થા છે. સમાજમાં જેમજેમ વિનિમયક્ષેત્ર બદલાતું જાય તેમ તેમ ભાષાનું સ્વરૂપ પણ બદલાય. વિનિમયસાધનની જેટલા અંશે નિ:સંદિગ્ધતા વિશેષ તેટલા અંશે તેની કામયાબી પણ વિશેષ નીવડે. ભાષા નિરૂપ સંકેતોની વ્યવસ્થા છે. પ્રત્યેક ભાષા પોતાના સમાજના ભાષકોના સર્વસ્વીકૃત એવા સંકેતો પર નિર્ભર હોય છે. આમાંથી એમ ફલિત થાય કે ભાષાએ સમાજના વિકાસ સાથે રહેવું જોઈએ. જો આમ ન બને તો ભાષામાં એક પ્રકારનું સ્વૈર્ય વ્યાપે અને સ્વૈર્ય લેખક કહે છે તેમ ‘ભાયેલા પાંગળે બનવતે’ (પૃ. ૧૬). આવા વિકાસ માટે જે તે સમાજની સામાજિક પ્રવૃત્તિના સંદર્ભમાં ભાષાનો ઇતિહાસ તપાસતા રહેવું જોઈએ. ભાષાના સંકેત અને તેના અર્થને જોડનારું જે સાહચર્ય છે તે સમાજની માન્યતા પર નિર્ભર છે. આમ હોવાથી ભાષાનો અભ્યાસ આ દૃષ્ટિએ પણ કરી શકાય. આ રીતે જોતાં ભાષાને ‘જ્યાં ધ્વનિસંકેતાચા પદ્ધતશીર ઉપયોગ કરૂન પ્રત્યેક વ્યક્તિ સમાજાચ્યા વ્યવહારાત ભાગ ધેતે તે વ્યવહારક્ષમ સંકેત ણજે ભાષા' (પૃ. ૧૮) તેમ કહી શકાય. ભાષાના ઇતિહાસ એટલે શુ? કોઈ પણ સામાજિક સંસ્થાના પરિવર્તનમાં આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારનાં કારણો હોય છે. ભાષામાં ઘટકોનાં પરિવર્તન એ આંતરિક કારણોને સૂચવે છે અને ભાષા જે પરિસ્થિતિ પર આધારિત છે તેનું બદલાવું તે ભાષાનાં બાહ્ય કારણોને સૂચવે છે. ભાષા સાતત્યયુક્ત છે પરંતુ તેની નિમિતિ વ્યક્તિનિર્ભર હોઈ, તેના સંકેતોમાં પેઢી દર પેઢીએ કંઈ ને કંઈ ફેર તો પડવાનો જ. આમ ને આમ આવા ફેરફાર ‘કાહી કાળાનંતર મૂળ સંકેતાંચે રૂપ બદલૂન ટાકતે.' (પૃ. ૨૨). આમ ભાષામાં થતાં અનેકવિધ પરિવર્તનોથી ભાષા નવી નવી અભિવ્યક્તિઓ સર્જે છે, નવા નવા અર્થો આપે છે. ડૉ. કાલેલકર અહીં સુધીની ચર્ચાને જાણે ટૂંકમાં સમજાવતા હોય તેમ તેઓ ભાષાનો ઇતિહાસ એટલે તે નીચેના અવતરણમાં મૂકી આપે છે. તેઓ કહે છે : ‘કોણત્યાહી દીર્ઘકાલખંડાતીલ એકાચ ભાષચી કાળાચ્યા દૃષ્ટિને એકમેકાંપાસૂન અતિશય અંતરાવર અસલેલી દોન રૂપે આપણ ઘેતલી તર ત્યાત આપલ્યાલા અનેક પ્રકારચે ફરક આઢળૂન યેતીલ. યાતલે આધીચે રૂપ હે મૂળ રૂપ આણિ નંતરચે રૂપ હે ત્યાચે પરિવર્તન રૂપ આતે હી ગોષ્ટ આપણ માન્ય કરતો, યા દોન રૂપાંચી તુલના કરતો, કાય ટિકૂન રાહિલે આહે આણિ કાય બદલલે આહે તે પહાતા. યા દોન રૂપાંચ્યા મધ્યે અસલેલ્લા અવધીત યા બદલાલા અનુકૂલ આણિ આવશ્યક શા ઘટના ઝાલેલ્યા અસલ્યા પાહિજેત હે ઉઘડ આહે. યા ઘટના ણજે યા દોન રૂપા મલે દુબે હોત. તે શોધૂન ત્યાંચી ક્રમવાર માંડણી કરણે આણિયા માંડણીતૂન બદલેલ્યા રૂપાચ્યા ખુલાસા હોઇલ અસે વિવેચન કરણે મ્હણજેચ ભાષચા ઇતિહાસ દેણે’ (પૃ. ૨૫). આમ ભાષાના ઇતિહાસ માટે આટલું કરવું જરૂરી છે પરંતુ આ કરવું કંઈ રીતે? તે માટે વિભિન્ન પદ્ધતિઓ છે.
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy