SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ માહિતી દેણે” (પૃ. ૭) એ હેતુ કહ્યો છે તે બર આવે. પુરાવાઓ વગેરે તો ઇતિહાસનું સાધન માત્ર છે. સાચો ઇતિહાસકાર આ સાધનનો બહુ જ સાવધાનીપૂર્વક ઉપયોગ કરે છે. એક વિનિમયસાધન આવા ઇતિહાસનું પણ મહત્ત્વનું પરિમાણ તો સમાજ છે. અને સમાજને લેખક ‘સહજીવનાચ્યા તત્ત્વાવર આધારલેલા વ્યક્તિસમૂહ' (. ૭) કહે છે. જે તે સમાજનાં બંધનો વ્યક્તિએ પાળવાં પડતાં હોય છે. આ બંધનો સમાજે સમાજે ભિન્ન હોય છે. પ્રત્યેક વ્યક્તિ આ બંધન પાળે જ છે તેવું નથી. આમ નથી થતું માટે જ તેમાં પરિવર્તનની ક્ષમતા રહેલી છે. લેખકના મતે સમાજની સ્થિરતા અને તેની પોષક પ્રવૃત્તિ સામાજિક રૂઢિ, પરંપરા અને સંસ્થા એ ત્રણ બાબતો પર નિર્ભર છે. આ પછી લેખકે રૂઢિ અને પરંપરા વચ્ચેનો ભેદ સદૃષ્ટાંત સમજાવ્યો છે. રૂઢિ કંઈક બંધનકારક છે જ્યારે પરંપરા ઐચ્છિક સ્વરૂપની છે. રૂઢિની શિસ્ત પાછળ સમાજની ભીતિ રહેલી હોય છે જ્યારે પરંપરા કૌટુંબિક શિક્ષણ અને વ્યક્તિની શ્રદ્ધા પર નિર્ભર હોય છે. વ્યક્તિ પરની આ મર્યાદા સહજીવનનો પાયો છે. આ પાયામાં કામ કરતી આવશ્યક અને અપરિહાર્ય પ્રવૃત્તિ કઈ? એ પ્રશ્ન પૂછતાં, “સમાજની બધી વ્યક્તિઓને એકત્ર કરીને સહકાર્યક્ષમ બનાવનાર સર્વને સહજ સ્વાધીન એવા એક “વિનિમયસાધનની જરૂરિયાત” કંઈક એવો ઉત્તર મળે છે. સંકેત એ આવું એક સાધન ગણાય. આ સંકેત સામાજિક માન્યતા ધરાવતો ન હોય તો તેના વડે વિનિમયની સાંકળ રચાય નહીં. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. આપણા ઘણા આચાર માત્ર સૂચક હોય છે અને ભાવનાવિવશ બનીને કરેલા હલનચલનના સંકેતરૂપ હોય છે. જેમ કે આનંદને સૂચવવા હસવું, નાચવું વગેરે, દુ:ખને સૂચવવા રડવું, નિરાશ થઈ જવું વગેરે. પરંતુ માણસ ભાવવિવશ ન હોય અને આ જ ક્રિયાને કામે લગાડે ત્યારે તેમાંથી એક પ્રકારની સૂચનશક્તિ પ્રાપ્ત થતી હોય છે. આ સૂચનશક્તિ વડે સંકેત અને તસૂચિત પદાર્થોનો સંબંધ સમાજમાનસમાં અવિભાજ્ય થઈ ગયો હોય છે. સમાજમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે જેવાં સાધનો અને તસૂચિત સંકેતો પણ મર્યાદિત સ્વરૂપનો વિનિમય કરાવી શકે છે. પરંતુ આ માટે માનવને જે અત્યંત પ્રભાવશાળી સાધન હાથ લાગ્યું તે “માનવ નિમિત ધ્વનિચા સંકેત બનવણ્યાસાઠી ઉપયોગ” (પૃ ૧૨)ને કહી શકાય. આ સાધનને આપણે “ભાષા” નામથી ઓળખીએ છીએ. સંકેતની બનેલી સામાજિક સંસ્થા ભાષાથી આપણે એટલાં બધાં પરિચિત છીએ કે તેની વ્યાખ્યાની જરૂર જ ન હોય. પાંચ-છ વર્ષની ઉંમરથી પ્રત્યેક સ્વસ્થ માનસવાળું બાળક ભાષાથી પરિચિત થઈ ગયેલું હોય છે. આટલી નાની ઉંમરથી પરિચિત છે તેવા સાધનની વ્યાખ્યા આપવાની જરૂર શી હોય? પરંતુ ખરેખર તો આથી ઊલટું છે. ભાષા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે. આ ગેરસમજમાં કેટલા બધા વર્ગો ભાગીદાર છે! “વ્યાકરણકાર, સ્વત:લા સમાજાતીલ સર્વશ્રેષ્ઠ આદર્શ સમજણારા વર્ગ, શુદ્ધાશુદ્ધચી કલ્પના હા ચ નિકષ માનૂન ત્યારૂન સામાજિક વર્તનાચી સકસનિકસતા ઠરવણારા સોવળાવર્ગ, ભાષચે એક નિશ્ચિત અવિકૃતરૂપ અસતે અસે માનૂન ગ્રાહ્યાગ્રાહ્યતેચા કલ્પિત સીમેવર એક અક્ષર લક્ષ્મણરેષા ઓટૂન કૅવૂ પહાણારા આદર્શવાદી વર્ગ, લેખન મ્હણજે ૨ ભાષા અમે ગૃહીત ધરૂન ત્યાચ્યા તુલનને ઉચ્ચાર દૃષ્ટયા આપલી કેવઢી અધોગતી ઝાલી
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy