SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ભાષાના ઇતિહાસ પર, ક્રમવાર લેખિત પુરાવાઓ પર આધારિત એવી ઐતિહાસિક પદ્ધતિ, સંબંધિત ભાષાની તુલનાદ્વારા ભૂતકાળની અનુપલબ્ધ અવસ્થા પર પ્રકાશ નાંખનારી પદ્ધતિ, અને ભાષામાંથી જ તેના વૈશિષ્ટયનો ઉપયોગ કરીને ભૂતકાળની કલ્પના આપનારી સ્વાવલંબી પદ્ધતિ – એમ ત્રણે પદ્ધતિઓ પ્રકાશ પાડી શકે છે. સાચી માહિતી શ્રાવ્ય રૂપમાંથી જ્યાં લેખિત પુરાવાઓ ઉપલબ્ધ હોય ત્યાંયે ભાષાના ઇતિહાસની સાચી માહિતી તો તેના શ્રાવ્ય રૂપમાંથી જ પ્રગટ થાય છે. લિપિ તો લેખન માટેનું એક સાધન માત્ર છે, ભાષાનાં ઘટકોની શાસ્ત્રશુદ્ધ યાદી નથી. દાખલા તરીકે મરાઠીમાં ‘ચારા” અને “વિચાર” એ બંને શબ્દોમાંના “ચ” ઉચ્ચારણરૂપે જુદા હોવા છતાં તેમનું દૃશ્ય રૂપ તો “ચ” એવું એક જ છે. આમ હોવાથી ભાષાના ઇતિહાસ અર્થે માત્ર શ્રાવ્ય રૂપ જ ધ્યાનમાં લેવું જોઈએ. આ ઉપરાંત ભાષામાં આશય વ્યક્ત કરનારાં ઘટકોનાં પરિવર્તનો અને તેનો સમય પણ ભાષાનો ઇતિહાસ તપાસતી વખતે ધ્યાનમાં લેવાં જોઈએ. ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિઓ ભાષામાં આ સિવાયની પણ અનેક ઘટનાઓ બનતી હોય છે જેને માત્ર પરિવર્તનપ્રક્રિયાથી સમજાવી નહીં શકાય. લેખિત સાહિત્યમાં નથી આવ્યાં હતાં તેવાં રૂપો અને પ્રયોગો, બાહ્ય કારણોથી પ્રભાવિત થયેલા ફરકો, અને ઇતર ભાષાભાષીના સ્વીકારને કારણે મૂળમાં થયેલા ફેરફારો, વગેરે આનાં ઉદાહરણો છે. સાહિત્યમાં ન આવેલાં રૂપોનો ઇતિહાસ મેળવવો ખૂબ કઠણ હોય છે. બાહ્ય કારણોથી થતા ફરકને તપાસવા માટે રાજકીય ઇતિહાસ જોવો જોઈએ. ઇતર ભાષાભાષી જ્યારે એક અન્ય ભાષાને સ્વીકારે છે ત્યારે તે પોતાની ભાષાની અનેકવિધ છાપ સ્વીકારેલી ભાષામાં મૂકે છે. કાળક્રમે સંભવ છે કે આમાંથી પરિસ્થિતિ અનુસાર એકની બે ભાષા પણ બની જાય. આવી વિભિન્ન થઈ ગયેલી પરંતુ એક કાળે કોઈ એક રૂપને સૂચવતી ભાષાઓનાં મૂળ તરફ તુલનાત્મક પદ્ધતિ દ્વારા જઈ શકાય છે. ઈ. સ. ૧૭૮૬માં સર વિલિયમ જોજો ગ્રીક, લૅટિન, સંસ્કૃત વગેરે ભાષાઓના એક મૂળની કલ્પના, એક વ્યાખ્યાન દ્વારા રજૂ કરી ત્યારથી આ પદ્ધતિના શ્રીગણેશ મંડાયા. આ પછીથી આ પદ્ધતિએ ભાષાઓ પર જે જે અગત્યનાં કામો થયાં છે તેનો લેખકે ઉલ્લેખ કર્યો છે અને ઐતિહાસિક તથા તુલનાત્મક પદ્ધતિઓ વચ્ચેનો ભેદ પણ સ્ફટ કર્યો છે. લેખક જણાવે છે તેમ તુલનાત્મક પદ્ધતિનું કાર્ય અધિક પુરાવાઓનો અભાવ હોય ત્યાં પૂર્વરૂપોની કલ્પના આપવાનું છે, જ્યારે ઐતિહાસિક પદ્ધતિનું કાર્ય કોઈ એક જ ભાષા કેવી કેવી બદલાતી ગઈ છે તેનું શાસ્ત્રીય રીતે ચિત્ર તૈયાર કરવાનું છે. (પૃ. ૪૨). આ પછીથી લેખક સંશોધન પદ્ધતિઓની મર્યાદા વિશે વાત કરે છે. પૂર્વનું રૂપ તેના લેખિત સ્વરૂપે જ હોય (ધ્વનિમુદ્રણ ઉપલબ્ધ ન હોય) અને તે પ્રમાણે જ અદ્યતન રૂપ હોય ત્યાં પરિવર્તન કેવું અને કેટલું થયું હશે તે જાણી શકાતું નથી. આ માટે લેખક “ચાર’ શબ્દનું ઉદાહરણ આપે છે. આ રૂપ મૂળ સંસ્કૃતમાંથી મરાઠી સુધી બદલાયું જ નથી કે ઘણી બધી ભાષાઓમાં એકસરખું જ બદલાયું છે તે કળી શકાતું નથી. આ પછીથી લેખકે કોઈ પણ ભાષા પૂર્ણપણે નિયમબદ્ધ નથી તેમ કહીને ભાષામાંનાં અનિયમિત રૂપો તે પ્રાચીન અવશેષોનાં ઘાતક હોય છે તે મરાઠીનાં દૃષ્ટાંતો દ્વારા બતાવ્યું છે.
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy