SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ , પણ ખરેખર અસ્તિત્વ છે તે તો બોલીનું જ. પ્રત્યેક normal બાળક સાત વરસની ઉમર સુધીમાં તો પોતાની ભાષા સમાજમાંથી શીખી લેતું હોય છે. શાળામાં તે માત્ર ધ્વનિના લેખનરૂપ દૃશ્ય સ્વરૂપનો શ્રવણરૂપ સ્વરૂપ સાથે સંબંધ જોડતાં, અને તેને ઓળખતાં શીખે છે. આપણે જોયું તેમ ધ્વનિનું અખંડ પરિવર્તન તે ભાષાની એક વિશેષતા છે. આથી લેખનરૂપ જે રૂઢિ છે તે સ્થગિત થઈ જાય છે, જ્યારે ધ્વનિરૂપ ભાષા તો બદલાતી રહે છે. લેખકે આ પરિસ્થિતિ ધ્યાનમાં લેવી ઘટે છે. આ પરિવર્તનને લેખકે પણ સાનુરૂપ થયા કરવું જોઈએ. પણ લેખક કહે છે તેમ ‘અસે કવચિત જ ઘડત.” (પૃ. ૬૯) જેની બોલી શિષ્ટમાન્ય નથી તેવા વિદ્યાર્થીની શાળામાં શી દશા થતી હોય છે તે દર્શાવીને લેખક કહે છે કે “શિષ્ટવર્ગાચી પોટભાષા ઉચ્ચાર વ લેખન યા દૃષ્ટિની આત્મસાત ન કરતાં આલ્યામુળે શિક્ષણાશી નુકતીચ તડ ઓળખ સુર ઝાલેલ્યા મુલાંચ્યા મનાત ભીતિ, આત્મવિશ્વાસાચા અભાવ, આણિ શિક્ષણાવિષયી તિટકારા નિર્માણ હોઉન ત્યાંચી પ્રગતિ મંદાવલિ અથવા અજિબાલ ખૂટલી તર આશ્ચર્ય નાહી.' (પૃ. ૬૮) - આ પછીથી લેખકે મરાઠી ભાષાની વાત કરી છે. અને ત્યાર બાદ ભાષા અને લેખનનો શો સંબંધ હોઈ શકે તેની વિશદ ચર્ચા કરી છે. આખરે લેખક આ અંગે કહે છે “ભાષચે સ્વરૂપ એકસારખું બદલત અસલ્યા મુળે આજ ઠરલેલે નિયમ છે ‘યાવચંદ્ર દિવાકરી” બંધનકારક ન કરવતાં દર વીસ પંચવીસ વર્ષની ત્યાંચા પુનર્વિચાર હાવા.” (પૃ. ૭૬) ત્યાર પછીથી શ્રી કાલેલકરે “ભાષા આણિ સંસ્કૃતિ' નામક પ્રકરણમાં ભાષાને સમાજને પડછે જોઈ છે. લેખક, માણસની ‘બોલારા પ્રાણી” (પૃ. ૧૨૩) એવી વ્યાખ્યા કરવાનું કહે છે. અને ‘સમાજ,’ ‘શબ્દ' વગેરે અંગે પણ સમજણ આપે છે. સમાજ શબ્દમાં જ પરિવર્તન સમાવિષ્ટ રહેલું છે. આવાં પરિવર્તનોનાં વ્યક્ત રૂપ આપવાનું કામ ભાષાનું છે. પ્રત્યેક ભાષાને પોતાના વાપરનાં આગવાં ધારાધોરણ હોય છે. શ્રી કાલેલકર આનું ઉદાહરણ આપતાં કહે છે કે અંગ્રેજીમાં “માય હઝબંડ’, ‘માય ફાદર’ એમ કહી શકાશે પરંતુ મરાઠી ભાષા સમાજના અનેક વર્ગોમાં ‘માઝા નવરા’, ‘માઝા બાપ” એટલું કહેવાથી ચાલશે નહીં. (પૃ. ૧૩૦). આ પ્રકારે ભાષાને જોવા – તપાસવામાં આવે તો સમાજજીવનનાં પરિવર્તનો વિશેની પણ, લેખક કહે છે તેમ, આપણી જાણકારી જરૂર વધે. ચર્ચાનો બીજો વિભાગ પડે છે મરાઠી અને કોંકણી વિનો. . લેખકે પ્રકરણ ચોથાનું શીર્ષક ‘પાયાશુદ્ધ મરાઠી’ એવું આપ્યું છે. અહીં ‘ભાષાથી શું ઉદિષ્ટ છે તેની વિગત લેખકે આપેલી છે. ભાષા વિષે હજી આજેય આપણા ખ્યાલો અત્યંત પુરાણા કહી શકાય તે પ્રકારના રહ્યા છે. શુદ્ધાશુદ્ધની ચર્ચામાંથી હજી આપણે બહાર આવી શક્યા નથી. આવા ખ્યાલો રાખનાર માટે શ્રી કાલેલકર ઠીક જ કહે છે કે “..રાની, પાની, હતા, સોલા ઇત્યાદિ શબ્દ વાપર્ણાયં પોટ ભાષે બોલણારે લોક અશુદ્ધ બોલતાત, ત્યાંના શુદ્ધ મરાઠી યેત નાહીં, અસેં જેહા શિષ્ટભાષા બોલગારે લોક હણતાત, ત્યાળી આપલેં સમજાવ્યા આણિ ભાષે ઇતિહાસાર્થે અજ્ઞાન તે દાખવત અસતાત”. (પૃ. ૫૬) જ્યાં ભાષાવિષયક ઉક્ત ખ્યાલો પ્રવર્તતા હોય ત્યાં શિક્ષણક્ષેત્રે તેનું પરિણામ કેવું આવે છે? “..જ્યાં આઈબાપાંચ્યા તેંડૂન હી ભાષા આપણ શિકલ અડાણી આહેત અસી સમજૂત હોઉન મુલાચ્યા મનાત લાજ વ તિરસ્કાર ઉત્પન્ન હોતાત”. (પૃ. ૫૭) આ પરિસ્થિતિ, ભાષાની
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy