SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ આપીને ભાષાનું આમાં કાર્ય છે તે આપણી સમક્ષ મૂકી આપે છે. તેઓ કહે છે કે ‘વ્યક્તિ વિશ્વાંતલ્યા અનુભવાનાં ઇંદ્રિયગોચર અસે` બાહ્યરૂપ દેણ્યા૨ે કામ ભાષા કરતે’. (પૃ. ૪૫) મ ડૉ. કાલેલકરના મતે ભાષાનું આ કાર્ય છે. આની સ્પષ્ટતા કરતાં લેખક કહે છે કે ‘ભાષા હી મુળાંત સાહિત્ય નિર્મિતી સાઠી જન્માલા આલેલી નાહી' અને પછીથી ભાષા અને સાહિત્યનો તેઓ ભેદ કરે છે. આ અંગે તેઓ કહે છે : ‘સાહિત્ય હી એક વ્યક્તિ નિર્મિત કલા આહે, ભાષા હું એક સમાજોપયોગી સાધન આહે’ (પૃ. ૪૭) આમ સાહિત્યનિમિતિ તે ડૉ. કાલેલકરના મતે ભાષાનું મૂળ કાર્ય નથી, પરંતુ ભાષા વિષે જ્યારે ‘...તી અધિક અર્થવાહક, આશયપૂર્ણ આણિ કાર્યક્ષમ બનવતાં યેતે, વ્યવહારા બાહેર હિ તીચા ઉપયોગ હોઉં શકતો, હી જાણીવ જયા વેળીં માણસાલા ઝાલી ત્યાચ વેળી સાહિત્યાચે બીજારોપણ ઝાલેં.' આ પ્રમાણે સમજ પડી ત્યારથી સાહિત્યનાં બીજ નંખાયાં. આમ સાહિત્યને ડૉ. કાલેલકરે ‘વ્યક્તિવિશ્વનાં દર્શન કરાવવા માટેનો કલાત્મક ઉપયોગ કરવાની કળા' કહીને સમજાવેલ છે. તેઓ કહે છે કે કાવ્ય એ વ્યક્તિનિર્મિત છે, સમાજનિર્મિત નહીં. પછીથી લેખકે એક ભાષામાંથી ભાષાંતર કરવામાં મૂળના બધા જ ગુણો જાળવી રાખવા શકય નથી તે સંસ્કૃત અને ફ્રેંચનાં દૃષ્ટાંતો આપીને સમજાવ્યું છે. આથી ભાષા અને સાહિત્યનો સંબંધ સ્પષ્ટપણે સમજવા માટે લેખકે વાપરેલી સામગ્રીને જોવી જોઈએ તે હકીકત સ્પષ્ટ થાય છે. તેણે કેવા કેવા પ્રયોગો કર્યા છે, નવા કેવા સંકેતો અને સંદર્ભો યોજ્યા છે, વગેરે તપાસવું જોઈએ. પ્રકરણ પાંચમાનું લેખકે ‘ભાષા, બોલી આણિ સમાજ' અભિધાન રાખ્યું છે. પ્રારંભમાં લેખકે સમાજની સમજણ આપી છે. અને રૂઢિ એટલે શું તે સમજાવ્યું છે. પછી લેખક કહે છે કે ભાષાને એક સામાજિક સંસ્થા અને લેખનને રૂઢિ કહેવી જોઈએ. અનેક સામાજિક સંસ્થાઓમાં ભાષાનું સ્થાન વિશિષ્ટ છે. અનેક સંસ્થાઓમાં ‘...સર્વાહૂન મહત્ત્વાચી જી નસલી તર સમાજજીવન ચ અશકય બનેલ – અશી એક સંસ્થા આહે. તી મ્હણજે ભાષા.' (પૃ. ૬૩). ભાષાનું આ સાધન નિરૂપ છે. આવા અનેક ધ્વનિઓને એકત્ર કરીને માણસ અર્થવાહક સંકેત નિર્માણ કરે છે અને આ સંકેતને એક વિશિષ્ટ રૂપમાં, એક વિશિષ્ટ ક્રમમાં મૂકીને તે વિચાર કરે છે. આને આપણે વ્યવસ્થા અર્થે અનુક્રમે વર્ણ, શબ્દ અને વિધાન એવાં નામ આપી શકીએ. (પૃ. ૬૪) હવે વર્ણથી શબ્દ બને છે અને શબ્દ દ્વારા જે અર્થ વ્યક્ત થાય છે તેને કોઈ નૈસર્ગિક સંબંધ નથી. (પૃ. ૬૪) ભાષા એ તો હમેશાં પરિવર્તનશીલ રહી છે. અર્થનું જ્યાં પરિવર્તન જણાય છે ત્યાં લેખક કહે છે કે ‘...જયા ઠિકાર્થી અર્થાત બદલ ઝાલ્યા૨ે દિસૂન યેતે ત્યા ઠિકાણીં કારણે ઐતિહાસિક, સામાજિક, આણિ સાંસ્કૃતિક અશી અસતાત.' (પૃ. ૬૪) વળી આ પરિવર્તનો થાય છે તે સર્વત્ર એકસરખાં નથી થતાં અને આમ હોઈ, ‘જો પર્યંત હે ભેદ પરસ્પરાંતીલ વ્યવહારાચ્યા આડ યેણ્યા ઇતકે તીવ્ર સ્વરૂપાચે નસતાત તોં પર્યંત કાળાચ્યા ઓઘાંત બદલેલ્યા એકાચ ભાષેચ્યા, એકાચ કાળીં પણ ભિન્નભિન્ન ભાગાંત અસ્તિત્વાંત અસણાર્યા વિવિધ સ્વરૂપાંના પોટભાષા અસે મ્હણતાં યેઇલ' (પૃ. ૬૫) સમાજ નામમાં સર્વત્ર સરખો વ્યવહાર નથી તે સમાવિષ્ટ છે. આવી જે બહુવિધ સંસ્કૃતિને જોડનાર તત્ત્વ તે ભાષા. ભા. ૪
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy