SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ જેને જાણકારી છે તેના માટે કેટલી દુ:ખદ છે! આનો કંઈક તોડ કાઢતા હોય તેમ શ્રી કાલેલકર કહે છે “અશા રીતીને જ્યા ભાષવર જાતીચા છાપ આહે, જ્યા ભાખેલા બહુજન સમાજના જીવનાચી તાંડ ઓળખ શુદ્ધા નાહી, તી ભાષા શબ્દસંપત્તિ કિંવા જીવનાચે સંપૂર્ણ વા થથાતથ્ય દર્શન યા અર્થાને, પાયાશુદ્ધ મ્હણતાં યેણાર નાહી, બોલીલા જવળચી આણિ જીવનાચે પ્રતિબંબ દાખવણારી ભાષા કિંવા પોટભાષા હી ચ શિક્ષણાચ્યા, પ્રારંભી માધ્યમ ણુન વાપરવી ગેલી પાહિજે. આણિ જ્યા શિક્ષણ સંસ્થાંત સમાજાચ્યા સર્વ થરાંતીલ મુલે યેતાત તેથે ઉચ્ચની ત્વાચી, શુદ્ધાશુદ્ધ તેચી, અપમાનકારક વ ખુળસટ કલ્પના જાઉન સમાજાચ્યા બહુવિધ જીવનાચે દર્શન ઘડણારી ભાષા આલી પાહિજે. તર ચ ભાષચે શિક્ષણ પાયાશુદ્ધ આહે અસે ણતાં યેઈલ.” (પૃ. ૫૯). આ પ્રકારના ભાષાશિક્ષણને શ્રી કાલેલકરે યોગ્ય રીતે જ, પાયાશુદ્ધ કહ્યું છે. પરંતુ આ પ્રકારનું શિક્ષણ પૂર્વતૈયારી માગી લે છે તે હકીકતથી લેખક પૂરા સજાગ છે. વિભિન્ન બોલીઓ પર શાસ્રીય કામ થયું હોય ત્યારે જ અને તો જ આવું શિક્ષણ શકય બને. આ પછીથી લેખકે ઈ. સ. ૧૭૮૬ના સર વિલિયમ જોન્સના ભાષણથી પ્રારંભાયેલ તુલનાત્મક ભાષાવિજ્ઞાનના વિકાસમાં ડોકિયું કરાવ્યું છે અને ત્યાર બાદ હળબી, ડાંગી, કોંકણી આદિ બોલીઓના નમૂનાઓ આપ્યા છે. કોંકણી વિષેનું પ્રકરણ-કોંકણ પ્રદેશ અને તેનું જીવન, કોંકણીના ધ્વનિઘટકો, કોંકણી મરાઠીની બોલી કે સ્વતંત્ર ભાષા, વગેરેની ચર્ચાથી સભર છે. આ બોલી વિષે એક તજ્જ્ઞની વિચારણા તથા માહિતી પ્રાપ્ત થાય છે તે પ્રસ્તુત બોલીવિષયક પ્રવર્તતા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. આખરે દક્ષિણ કોંકણીના નમૂનાઓ આપ્યા છે તેથી તે અંગેની આધારભૂત માહિતી પ્રાપ્ત બની છે. અલબત્ત, આ આખોયે લેખ શ્રી કાલેલકર પોતે કહે છે તેમ ‘સ્થૂલ પરિચયાત્મક આહે’ (પૃ. ૧૧૭). ‘મરાઠીચે લેખન’ નામનું છઠ્ઠું પ્રકરણ ભાષા અને તેનું દૃશ્ય સ્વરૂપ આલેખે છે. ભાષાશાસ્ત્ર જે રીતે આ બંનેનો સંબંધ જુએ છે તે લેખકે આપણને સ્પષ્ટ કરી આપેલ છે. આ અંગે લેખક કહે છે કે “ભાષા હી ધ્વનિનીં બનલેલી આહે : શ્રાવણગોચર આહે. લેખન હૈં લિપિબદ્ધ આર્હે : દૃષ્ટિગોચર આહે” (પૃ. ૭૯). આ પછીથી મરાઠી માટે વપરાતા મૂળાક્ષરોની વિશદ ચર્ચા કરી છે અને આ ચર્ચાના પરિપાક રૂપે જે ત્રણ મુદ્દાઓ કહ્યા છે તે મનનીય છે. તે છે, – અનુસ્વાર, હ્રસ્વદીર્ઘ અને પ્રકીર્ણ. આપણી ગુજરાતી ભાષામાં પણ આ પ્રકારની વિચારણા કરવાનો સમય પાકી ગયો ગણાય. આજે ગુજરાતીમાં પણ અનુસ્વાર અને હ્રસ્વદીર્ઘ વિશે ફેરવિચારણા કરવી આવશ્યક છે. આવી વિચારણા કર્યા પછી પણ ‘સર્વ અનુસ્વાર પૂર્ણપણે કાર્ટૂન ટાકાવેત' એવું કોઈ કહે તો? આવો વિચાર નથી થતો એ હકીકત આપણા સુધી આ શાસ્ત્રની ગંધ પણ પહોંચી નથી તેની ઘોતક છે. ‘મરાઠીચ્યા . બોલી’ નામના સાતમા પ્રકરણમાં લેખકે ભાષા અને બોલી વિષે વિચારણા કરી મરાઠી અંગે જ્યૉર્જ ગ્રિઅર્સને જે વિચારણા કરી છે તે પણ સાથોસાથ અહીં, સમજાવેલ છે. બોલી અંગે લેખક ઠીક કહે છે કે “બદલત્યા સામાજિક સંદર્ભીત આણિ લોકશાહીચા ક્રાંતિયુગાંત સુસંસ્કૃત લોકાંચી ભાષા યા કલ્પના માર્ગે પડૂન અધિકાંત અધિક લોકાંના સહજ કળણારી ભાષા યા કલ્પનેલા અગ્રસ્થાન મિળણે આવશ્યક ઝાલે. હે” (પૃ. ૯૨).
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy