SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ દલાલ, જયતિ લાભાઈ ૩,૧૯૬૯) કરેલું એમાં નાટયપ્રીતિ ઉપરાંત ડાહ્યાભાઈ જોળશાજી પ્રત્યે એમને પ્રેમાદર પણ ખરે. વાર્તાકાર તરીકે પણ જયંતિ દલાલ પ્રગનિષ્ઠ ને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧થી ૧૯૬૮ સુધીના લગભગ બે દાયકા સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા' (૧૯૪૪), “જૂજવાં' (૧૯૫૦), “કથરેટમાં ગંગા' (૧૯૫૦), “મૂકમ કરેતિ' (૧૯૫૩), “આ ઘેર, પેલે ઘેર' (૧૯૫૬), અડખેપડખે' (૧૯૬૪) અને “યુધિષ્ઠિર ?' (૧૯૬૮) એ સાત સંગ્રહમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ પસંદ કરીને એમણે પોતે “ઈષત' (૧૯૬૩) નામને એક સંગ્રહ સંપાદિત પણ કરેલ. આરંભમાં ‘નિર્વાસિત' ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર દલાલે એ પછી તે કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગ કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે મનઃસૃષ્ટિમાં ગુજરતી ઘટનાને અવલંબતી કથાનિરૂપણ રીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દશ્યકલ્પનાનું આલેખન ને બોલચાલની સહજતાવાળી પણ અર્થસમર્પક ને માર્મિક ભાષાને વિનિયોગ – એમની વાર્તાકલાના મુખ્ય વિશેષ છે. વાર્તારચનાની વિવિધ ટેકનીકેની અજમાયશ થતી હોવા છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈને બૌદ્ધિક પ્રતીતિ રહ્યું હોવાથી તથા બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને ગ્રહવાની પટુતા એમનામાં હેવાથી એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ રહેલું. એમણે લખેલી બે નવલકથાઓ પૈકી પહેલી ધીમુ અને વિભા” (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદષ્ટિવાળા નાયકના દિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ કથનપદ્ધતિએ નિરૂપતી, કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં તીરથ” (૧૯૪૬) નિર્દય પોલીસ દમનને ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદન તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્ય વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે. સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત જયંતિ દલાલે, રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને “પગદીવાની પછીતેથી' (૧૯૪૦) માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને “શહેરની શેરી' (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે તેનું ગદ્યચિત્રો લેખે
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy