SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દલાલ, જયતિ ઘેલાભાઈ. ૧૯ થયા ત્યારે શિખરસ્થાને પહોંચી, ૧૯૬૨માં એ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે તો એ, એક સમાજવાદી વિચારક રૂપે, અવસાનપર્યં ત સંકળાયેલા રહ્યા. દલાલ વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિં દગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદેજુદે સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિએ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦ ) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રગભૂમિનાં સામયિકોનું સંપાદન કર્યું. ‘ગતિ' સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’દૈનિક એ વિચારપત્રો ચલાવ્યાં. નાટયક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધે અને દૃશ્યકલાની શકયતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી' નામક ગુજરાતી ફિલ્મનુ નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. પણ એમની નોંધપાત્ર સેવા તા સાહિત્યકાર તરીકેની જ ગણાય. સાહિત્યને એમણે કરેલા વિશિષ્ટ પ્રદાન માટે દલાલને રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૫૯ ) તે ન દ સુવર્ણ ચંદ્રકનુ બહુમાન પણ પ્રાપ્ત થયેલું. વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હાવાથી તખ્તાની પણ ઊંચી જાણકારી ધરાવતા દલાલે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ ખીજો’(૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથા પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહામાં કુલ ૪૩ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એકાંકી નાટકના ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યુ છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધા નથી. ‘સાયનું નાકું, ‘દ્રૌપદીનેા સહકાર’, જોઈએ છે, જોઈ એ છીએ' જેવી કૃતિ એમની સમ` ને સફળ પ્રયોગશીલતાના નમૂનારૂપ છે. જીવનના ઊંડો સંસ્પર્શી કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા ને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, એલચાલની છટાથી પ્રગટતી માર્મિકતા, ઉક્તિલાધવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતા છે. અતિ સૂક્ષ્મ વાટવાળી લાઘવયુક્ત શૈલીએ એમના સંવાદોને કવચિત્ દુર્ગંધ પણ રાખ્યા છે. ‘અવતરણ’(૧૯૪૯) નામનું એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિઅંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશારા માટે કરેલા રંગારણ' આદિ ચાર સંગ્રહા(૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી'ના એક પાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલે માળી' (૧૯૬૨)નામે એક રેઢિયા સંકલન કરેલું તથા એમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભાગ : ૧,૧૯૬૪; ૨, ૧૯૬૬;
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy