SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નીલકંઠ, મહીપતરામ રૂપરામ ૧૧ તેમ દસ્તાવેજી પણ ઘણુ મૂલ્ય છે. ‘બંદા' ઉપનામથી ‘નવગુજરાત'માં એમણે ગુજરાતના રાજકીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકાં વ્યક્તિચિત્રો ને લઘુ લેખાના બે સંગ્રહા ‘મનમાં આવ્યુ' (૧૯૬૧) અને તરાની ઓથ મને ભારી' ( ૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશકિતના પરિચય મળે છે. નાટક અને રંગભૂમિના સ્વરૂપ તે ઇતિહાસને લગતા તથા નાટયકાશ ને નાટયકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક તે અભ્યાસપૂર્ણ વિવેચનલેખા ‘કાયા લાકડાની, માયા લૂગડાની' (૧૯૬૩ ) તથા ‘નાટક વિશે' (સ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ,. ૧૯૭૪ )માં ગ્ર ંથસ્થ થયાં છે. એમના લગભગ દરેક વાર્તાસંગ્રહમાં પ્રસ્તાવના રૂપે, વાર્તાવિવેચનના લેખા પણ છે. દલાલનું આ નાટય વાર્તાવિવેચન એમાંની નિજી દષ્ટિથી તે સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જુદું તરી આવે છે. " જયંતિ દલાલની એક અભ્યાસી અનુવાદક તરીકેની સેવાઓ પણ નોંધપાત્ર છે. જ્યોર્જ આરવેલની ધી ઍનિમલ ફાર્માં' ( અનુ. ‘પશુરાજ્ય’, ૧૯૪૭), ટૉલ્સ્ટૉયની ‘ વાર ઍન્ડ પીસ’ ( અનુ. ‘ યુદ્ધ અને શાંતિ ’(૧ થી ૪), ૧૯૫૪-૧૯૫૬ ), ચાર્લ્સ ડિકન્સની · ગ્રેટ ઍન્સ્પેક્ટેશન ’ ( અનુ. · અને આશા બહુ લાંબી’, ૧૯૬૪) આદિ નવલકથાઓ; ગ્રીક નાટ્યકાર એસ્કાઇલસનુ ઍગેમેમ્નાન ' (અનુ. ઍગેમેમ્નાન, ૧૯૬૩) આદિ નાટકો ને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ ૪૨ પુસ્તકોના અનુવાદ એમણે ક્યાં છે. સાતત્યથી તેમ જ પૂરી ચીવટથી અને ઊંડી નિષ્ઠાથી અનુવાદ-પ્રવૃત્તિ ચલાવી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીમાં ઉતારવાનો પડકાર એમણે ઝીલેલો. 6 સદ : ૧. જયંતિ દલાલ, પ્રફુલ્લ રાવળ, ૧૯૭૯; ૨. જયંતિ દલાલ, રઘુવીર ચૌધરી, ૧૯૮૧; ૩. સાહિત્યકાર જયંતિ દલાલ, સી. એચ. ગાંધી ‘ સુહાસી ’, ૧૯૭૮; [] ૪. કુમાર, સપ્ટેમ્બર ૧૯૭૦. ‘દ્વિરેફ ' : જુઓ પાઠક, રામનારાયણ વિશ્વનાથ. 249. 3-6 નીલક, મહીપતરામ રૂપરામ [જ. ૩-૧૨-૧૮૨૯ ૧૮૯૧ ] : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતના વડનગરા. નાગર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકાર અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યાં અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. એ પછી ૧૮૫૨માં મુંબઈ જઈ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટના હાઈસ્કૂલ વિભાગમાં દાખલ થયા ને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭માં ―――
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy