SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ગાહિલ, સુરસિંહજી તખ્તસિંહજી વૂ મહારાજાઝ ર વલ્લભાચાર્યાઝ') વલ્લભ સંપ્રદાયના મહારાજોની અનીતિને ઐતિહાસિક તથ્યો સાથે નિરૂપે છે. કરસનદાસની સૌથી વધુ તેોંધપાત્ર કૃતિ છે. ‘ઇંગ્લાંડમાં પ્રવાસ’ (૧૮૬૬). ઇંગ્લેંડનાં મહત્ત્વનાં સ્થળાનાં વિવિધર`ગી ચિત્રો ધરાવતા આ ગ્રંથ, ઇંગ્લેંડનાં વિવિધ સ્થળેાનાં રોચક ચિત્રાત્મક વર્ણનો સાથે ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિક-રાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણાને પણ વીગતે નિરૂપે છે. એથી, ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એનુ સ્થાન વિશિષ્ટ છે. આશરે ૧૦,૦૦૦ શબ્દો ધરાવતા શાળાપયોગી લઘુકોશ ધી પૉકેટ ગુજરાતી.ઇંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨) એમનુ બીજુ મહત્ત્વનુ કામ છે. આ ઉપરાંત, નીતિાધક’ (૧૮૫૭), રામમોહનરાય’ ( ૧૮૫૮ ), ‘સુધારા અને મહારાજ’ ( ૧૮૬૧) વગેરે પત્રિકાઓ; ‘મુંબઈબજાર’ (૧૮૫૯ ) અને ‘સ્વધ બોધક પાખડખડન' (૧૮૬૦) એ અલ્પકાલીન સામયિક તથા ‘ડાંડિયા'માંનાં કરસનદાસે લખેલાં કહેવાતાં કેટલાંક અનામી લખાણા – એટલું એમનું અન્ય લેખન-કાય` પણ સુધારકપત્રકાર તરીકેની એમની જીવન-પ્રવૃત્તિને જ નિર્દેશે છે. *' સદ : ૧. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી, મહીપતરામ નીલકંઠ, ૧૮૭૭; ૨. કરસનદાસ મૂળજી અને તત્સંબંધના વિચાર, મનઃસુખરામ ત્રિપાડી, ૧૮૭૯; ] ૩. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ૧૯૬૬; ૪. ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ૨, વિજયરાય ક. વૈદ્ય, ૧૯૬૭ (સ ંવર્ધિત આવૃત્તિ ); ૫. ગ્રંથ અને ગ્રંથકાર : ૫, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૪. ગાહિલ, સુરસિ'હજી તખ્તસિંહજી : જુઓ ‘કલાપી.’ " દલાલ, જયંતિ ઘેલાભાઈ (જ. ૧૮-૧૧-૧૯૦૯ – અવ. ૨૪-૮ -૧૯૭૦ ) : નાટયકાર, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. અમદાવાદમાં વીસા ઓસવાળ જૈન કુટુબમાં જન્મ. પિતા ઘેલાભાઈ · દેશી નાટક સમાજ'ના સંચાલક હતા. એથી આ ફરતી નાટકક પનીને લીધે, એમનુ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણુ વિવિધ સ્થળે થયેલુ . ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ અભ્યાસ માટે તે ગુજરાત કૉલેજમાં જોડાયેલા. પણું રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી. એ. ના છેલ્લા વર્ષીમાં હતા તે અભ્યાસ છેડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિદી, ૧૯૫૬માં એ મહાગુજરાતની લડતમાં જોડાયા ને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy