SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કરસનદાસ મૂળજી ૧૦ કરસનદાસ મૂળજી [જ. ૨૫-૩-૧૮૩૨ – અવ. ૨૮-૮-૧૮૭૧]: સુધારક, પત્રકાર ને પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. જ્ઞાતિએ વીસા કપાળ વણિક. બાળપણમાં માતાનું મૃત્યુ. પિતાએ બીજુ લગ્ન કર્યું ત્યારથી ઉછેર મોસાળમાં. માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ એલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં. કોલેજકાળ દરમ્યાન, ૧૮૫રથી જ, પ્રગતિશીલ વિચારવલણોને કારણે મોસાળને પણ આધાર ગુમાવ્યું. એથી પ્રતિકૂળ બનેલા આર્થિક સંયોગોમાં અભ્યાસ અધૂરે છેડી, મુંબઈની એક શાળામાં શિક્ષક બન્યા ને વચ્ચે ૧૮૫૭માં થોડાક માસ ડીસામાં હેડમાસ્તર રહી આવ્યા. આ સિવાય ૧૮૫૫થી ૧૮૬૩ સુધી “સત્યપ્રકાશ”, “રાસ્તગોફતાર” અને “સ્ત્રીબોધ'નું તંત્રીકાર્ય સંભાળ્યું ને ધાર્મિક-સામાજિક બદીઓ વિરુદ્ધ નિભી કતાથી લખ્યું. એના એક પરિણામ રૂપે, એમના પર ૧૮૬૧માં “મહારાજ લાયબલ કેસ” થયે જે એકલે હાથે લડીને એ જીત્યા. ૧૮૬૩માં અને એ પછી ૧૮૬૭માં, એમ બે વાર વ્યવસાયનિમિત્તે ઈંગ્લેંડ ગયા. જ્ઞાતિથી બહિષ્કૃત થયા છતાં સમાધાન ન સ્વીકાર્યું. ૧૮૬૭ થી ૧૮૭૧ સુધી, પહેલાં રાજકેટમાં ને પછી લીંબડીમાં સરકારી પ્રશાસકની કામગીરી કરી. ત્યાં એમની સુધારક-પ્રવૃત્તિઓ વિસ્તરી. લીંબડીમાં અવસાન. બુદ્ધિવર્ધક સભામાં વંચાય અને પછી એના વાર્ષિકમાં પ્રગટ થયે, (૧૮૫૩) એ દેશાટણ વિશે નિબંધ' કરસનદાસનું પ્રથમ જાહેર લખાણ. ત્યાર પછી “સત્યપ્રકાશ, “રાસ્ત ગોફતાર' અને “સ્ત્રીબોધ'માં એકધારી રીતે પ્રગટ થતાં રહેલાં એમનાં લખાણે મુખ્યત્વે ધાર્મિક, નૈતિક કે સામાજિક સુધારણાવિષયક હતાં. આ લખાણોને સમાવતા એમના ગ્રંથ પ્રધાનપણે એમની સુધારક તરીકેની અને ગૌણપણે વિચારક તરીકેની પ્રતિભા ઉપસાવે છે. આવા ગ્રંથમાં, વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા નીતિસંગ્રહ' (૧૮૫૬) અને નીતિવચન' (અનુવાદ, ૧૮૫૯), સ્ત્રી-ઉપયોગી, બોધપ્રધાન તથા નર્મશક્તિની ચમકવાળા લેખોનો સંચય “સંસાર સુખ” (૧૮૬૦); હાસ્યકટાક્ષભર્યા, હેતુલક્ષી, સંવાદપ્રધાન પ્રસંગેનો સંગ્રહ “કુટુંબમિત્ર' (૧૮૮૭); રૂઢિભંજક અને બ્રાહ્મણોની સ્વાર્થી ધતાને ઉઘાડી પાડતી પુસ્તિકા વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકે' (૧૮૬૬) અને સુધારણાવિષયક નિબંધોનો સંગ્રહ “નિબંધમાળા' (૧૮૭૦) –એટલાંનો સમાવેશ થાય છે. “મહારાજ લાયબલ કેસ' (૧૮૬૨) જદુનાથજી મહારાજે એમની સામે માંડેલા બદનક્ષીના કેસનો સમગ્ર અહેવાલ આપે છે તે મહારાજેનો ઇતિહાસ' (૧૮૬૫; એ જ વર્ષે અંગ્રેજીમાં હિસ્ટરી એવું ધ સેકટ
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy