SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જેનાથી કરજાપ ન થઈ શકે તેણે સૂતર, રત્ન, રૂદ્રાક્ષ, વિગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમજ મેરુનું ઉલ્લંઘન કર્યા વગર જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે : अङ्गुल्यग्रेण यज्जप्तं, यज्जप्तं मेरुलङ्घने ॥ - व्यग्रचित्तन यज्जप्तं तत्प्रायोऽल्पफल भवेत् ॥१॥ આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનાર હોય છે. सङ्कलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મીનળાખ્યાન: શ્રેષ્ઠ, નાપ: પન્નાથ્થર પર: આરા ઘણા માસણ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કારી છે. બોલતા જાપ કરવા કરતાં મૌન જાપ કરવો શ્રેયસ્કર છે. મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર છે. એમ એક એકથી અધિક ફળદાયી છે. जापश्रान्तो विशेद्धयानं, ध्यानश्रान्तो विशेज्जपम् । द्वाभ्यां श्रान्तः पठेत्स्तोत्र-मित्येवं गुरुभिः स्मृतम् ॥३॥ જાપ કરતાં થાકે તો ધ્યાન કરે, ધ્યાન કરતાં થાકે તો જાપ કરે, અને બન્નેથી થાકે તો સ્તોત્ર ગણે-એમ ગુરુએ કહેલું છે. શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે કરેલી પ્રતિષ્ઠા-પદ્ધતિમાં કહ્યું છે કે :જાપ ત્રણ પ્રકારના છે. ૧ માનસજાપ, ૨ ઉપાંશુજાપ, ૩ ભાષ્યજાપ. માનસજાપ એટલે મૌનપણે પોતાના મનમાં જ વિચારણારૂપ જાપ. ઉપાંશુજાપ એટલે બીજો કોઈ સાંભળી ન શકે પણ અંતર્જલ્પરૂપ (અંદરથી પોતે બોલતો હોય એવો) જાપ. ભાષ્યાપ એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આ ત્રણ પ્રકારનાં જાપમાં ભાષ્યથી ઉપાંશુ અધિક અને ઉપાંશુથી માનસજાપ અધિક છે. એવી જ રીતે તે શાંતિક, પૌષ્ટિક, આકર્ષણાદિ કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયાસથી સાધી શકાય એવો છે. અને ભાષ્યજાપ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઉપાંશુ જાપ સહેલાઈથી બની શકે એવો હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયઃકારી છે. | નવકારની પાંચ પદની કે નવપદની આનુપૂર્વી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. યોગપ્રકાશના આઠમા પ્રકાશમાં કહેલું છે કે : गुरुपञ्चकनामोत्था, विद्या स्यात् षोडशाक्षरा। . जपेत्शतद्वयं तस्या-श्चतुर्थस्याप्नुयात्फलम् ॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy