SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્રનો પ્રભાવ. ૩૫ “અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહ” એ સોળ અક્ષરની વિદ્યા બસોવાર જપે તો એક ઉપવાસનું ફળ પામે છે. शतानी त्रीणि षड्वर्णं, चत्वारि चतुरक्षरम् । पञ्चाऽवर्णं जपन् योगी, चतुर्थफलमश्नुते ॥२॥ અરિહંત સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસોવાર અને “અરિહંત” એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને “અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવર્ણ) “અ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે. प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथित फलम् ॥ फलं स्वर्गापवर्गौ तु, वदन्ति परमार्थतः ॥३॥ આ બધા જાપનું આ ફલ પ્રવૃત્તિ થાય તે હેતુએ જ કહેવાયું છે. ખરી રીતે તો તેનું ફળ સ્વર્ગ અને મોક્ષપ્રાપ્તિ છે. પાંચ અક્ષરનો મંત્ર ગણવાનો વિધિ नाभिपद्मस्थितं ध्यायेदकारं विश्वतोमुखम् ॥ सिवर्णं मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपञ्जरे ॥ सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ॥५॥ નાભિકમલમાં સ્થાપેલા “અ કારને ધ્યાવવો, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા “સિ' અક્ષરને ધ્યાવવો. અને મુખરૂપ કમળમાં ‘આ’ કારને ધ્યાવવો. હૃદયરૂપ કમળમાં “ઉ'કાર ચિંતવવો અને કંઠ પિંજરમાં “સાકાર ચિંતવવો. સર્વ કલ્યાણકારી “અસિઆઉસાઆવા બીજાક્ષર મંત્ર તથા બીજા “સર્વસિદ્ધભ્ય એવા પણ મંત્રાક્ષર સ્મરણ કરવા. मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः । ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकाङ्क्षिभिः ॥६॥ આલોકના ફળની વાંછા રાખનાર સાધક પુરુષે નર્વકાર મંત્રની આદિમાં 35 અક્ષર ઉચ્ચાર કરવો અને મોક્ષપદની આકાંક્ષા રાખનારે કાર રહિત જાપ કરવો. एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च। विश्लेषः क्रमशः कुर्याल्लक्ष्यभावोपपत्तये ॥७॥ એવી રીતે મંત્રવિદ્યાના વર્ણમાં અને પદમાં ક્રમથી વિશ્લેષ અરિહંતાદિના ધ્યાનમાં લીન થવા માટે કરવો. જાપનો પ્રભાવ જાપાદિ કરવાથી મહાલાભની પ્રાપ્તિ થાય છે. કહેલું જ છે કે :
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy