SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના એકવીશગુણ. દેટ-નિરવચનસ્થિતિગુણમાં - ૨૦ લોકપ્રિયત્વ, ૨૧ સુપક્ષયુક્તત્વ૧૪, એમ બે. એ રીતે એકવીશ ગુણોનો ચાર ગુણોમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે આ શાસ્ત્રકર્તાએ ચાર જ ગુણ મુખ્ય લીધા છે. આ ચાર ગુણોમાં પણ અનુક્રમથી પહેલાના ત્રણ* ગુણ વિનાનો પુરુષ હઠીલો, મૂર્ખ અને અન્યાયી હોય છે, તેથી તે (શ્રાવક) ધર્મને યોગ્ય જ નથી; અને + ચોથા ગુણ વિનાનો માણસ તો ધર્મ અંગીકાર કરે ખરો, પણ તે ધૂર્તની મૈત્રી, ગાંડા બનેલા માણસનો સુવેષ, અને વાનરના ગળામાં મોતીની માળા જેમ વધારે વખત ટકી ન શકે; તેમ થોડા જ વખતમાં પાછો ધર્મભ્રષ્ટ થઈ જાય છે. - જેમ લીસી ભીંત ઉપર ચિત્ર, મજબૂત પાયા ઉપર બાંધેલું ઘર અને સારી રીતે ઘડાયેલ સોના વચ્ચે જડેલું માણેક ઘણો સમય ટકી શકે છે. તેમ દઢગુણયુક્ત પુરુષમાં જ સમ્યગ્દર્શનાદિ ધર્મ યાવજીવ ટકી શકે છે. એમ જણાવાથી એ વાત સિદ્ધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુક્ત પુરુષ શ્રાવક ધર્મ (સમ્યકત્વાદિ)ના અધિકારી છે. સમ્યગ્દર્શનાદિ શ્રાવકધર્મ ચુલ્લકાદિ દશ દષ્ટાંતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના યોગથી પામી શકાય છે, પણ તેનો જીવન પર્યંત નિર્વાહ તો શુકરાજાએ જેમ પૂર્વભવમાં કર્યો હતો, તેમ કરવો તે અત્યંત આવશ્યક છે. શુકરાજાની કથા ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં ઋતુધ્વજ રાજાનો પુત્ર મૃગધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો. વસંતઋતુમાં રાજા અંતઃપુરના પરિવાર સાથે એક વખત ઉદ્યાનમાં ફરવા ગયો, ત્યાં આંબાના વૃક્ષ નીચે બેઠેલ અપ્સરા જેવી પોતાની રાણીઓને જોઈ રાજા મલકાયો અને વિચારવા લાગ્યો કે “જગતમાં આવી સુંદર પઘિણી રાણીઓ ભાગ્યે જ કોઈને ત્યાં હશે... આ સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠેલા પોપટે કહ્યું કે, “કૂવામાં રહેલા દેડકાને બીજું કોઈ જળાશય મોટું લાગતું નથી તેમ હે રાજા ! જગતની સ્ત્રીઓને નહિ જોયેલ હોવાથી મનઃકલ્પિત અહંકારથી ફુલાય છે પણ જો ગાંગલિ ઋષિની પુત્રી કમલમાલાને તું જુવે તો તારા અંતઃપુરના રૂપ પ્રત્યે તારું અભિમાન ઉતરી જશે.' જો તારે જોવાની ઇચ્છા હોય તો મારી પાછળ ચાલ. પોપટ આગળ અને રાજા ઘોડા ઉપર પાછળ એમ જોતજોતામાં વનમાં પાંચસો જોજન ગયા પછી એક ઋષભદેવ ભગવાનનું મંદિર આવ્યું. ત્યાં રાજાએ ભગવાનનાં ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા પછી ગાંગલિઋષિ અચાનક રાજાને જોઈ ગયો અને પોતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં તેનો ઉચિત સત્કાર કરી ઋષિએ કમળમાલાને રાજા સાથે પરણાવી. અને રાજાને દાયજામાં પુત્રની સંતતિ આપનાર એક મંત્ર આપ્યો. અને છેવટે રાજા અને કમળમાલાને ઋષિએ વિદાય આપી. ' રાજાએ ઋષિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો માર્ગ પૂછયો. ઋષિ કહે મને બિલકુલ માહિતી નથી. પોપટ આગળ થયો અને રાજા તથા કમળમાલા પાછળ પાછળ ચાલ્યાં. દૂરથી ક્ષિતિપ્રતિષ્ઠિત જે ત્રણ ગુણ-૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં રતિ. + દઢપ્રતિજ્ઞ.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy