SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ૯. લજ્જાળુ - અકાર્યવર્જક, (અકાર્ય ન કરવા જેવું કાર્ય કરતાં પહેલાં જ ડરે). ૧૦. દયાળુ - સર્વ પર કૃપાવંત. ૧૧. મધ્યસ્થ- રાગ-દ્વેષ રહિત તથા સૌમ્યદૃષ્ટિ. પોતાનાં કે પારકાંનો વિચાર કર્યા વગર ન્યાગમાર્ગમાં સર્વનું સરખું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં. માટે મધ્યસ્થ ગણાય છે; મધ્યસ્થ * અને સૌમ્યદૃષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨. ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ કરે અને અવગુણીની ઉપેક્ષા કરે. ૧૩. સત્કથ-સત્યવાદી અથવા ધર્મ-સંબંધી (ઉચિત) જ કથા (વાત) નો પ્રિય. ૧૪. સુપાયુક્ત-ન્યાયનો જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવંત (સુપરિવારયુક્ત). ૧૫. સુદીર્ધદર્શિ- સર્વ કાર્યોમાં લાંબો વિચાર કરી, લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અલ્પ કલેશવાળા કાર્યનો કતા). ૧૮. વિશેષશ-તત્ત્વના અભિપ્રાયનો જાણ (પક્ષપાત રહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે એવો). ૧૭. વૃદ્ધાનુગત્વ-વૃદ્ધોને અનુસરનાર (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શિલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તનાર). ૧૮. વિનીત-ગુણીનું બહુમાન કરનાર. ૧૯. કૂતા-કર્યા ગુણને (ઉપકારને) નહીં ભૂલનાર. ૨૦. પરહિતાર્થકારી-નિઃસ્પૃહપણે પારકાના હિતનો કર્તા. ૨૧. લબ્ધલય-ધર્માદિ કૃત્યોમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળો સર્વ ધર્મ કાર્યમાં સાવધાન હોય. (પોતાનું લક્ષ્ય (ધ્યેય) નક્કી કરનાર). આ પ્રમાણે એકવીસ ગુણો અન્ય શાસ્ત્રો (બીજાં પ્રકરણોમાં) વર્ણવેલા છે, પરંતુ આ ગ્રંથના કર્તાએ જે મુખ્ય ચાર ગુણો ગ્રહણ કર્યા છે, તેમાં ઘણું કરીને સર્વગુણોનો સમાવેશ થઈ શકે છે તે આ રીતે : ભદ્રપ્રકૃતિગુણમાં - ૧. અતુચ્છ (અશુદ્રોપણ, ૨ પ્રકૃતિસૌમ્ય, ૩ અક્રૂરત્વ, ૪ સદાક્ષિણત્વ૬, ૫ દયાળુત્વ૦, ૬ મધ્યસ્થસૌમ્યદૃષ્ટિ–૧૧, ૭ વૃદ્ધાનુગ–૧૭, ૮ વિનીતત્ત્વ, એમ આઠ. વિશેષ નિપુણમતિ ગુણમાં ૯ રૂપવંતપણું, ૧૦ સુદીર્ધદર્શિત્વ ૧૫, ૧૧ વિશેષજ્ઞત્વ૬, ૧૨ કૃતજ્ઞત્વ ૧૯, ૧૩ પરહિતાર્થકૃતત્વ૨૧, ૧૪ લબ્ધલક્ષ–૨૧, એમ છે. ન્યાયમાર્ગરતિ ગુણમાં- ૧૫ ભીરુત્વ, ૧૬ અશઠત્વ, ૧૭ લજ્જાળુત્વ૬, ૧૮ગુણરાગી–૧૨, ૧૮ સત્કથ7૧૩ એમ પાંચ.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy