SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ નગર દેખાતાં પોપટ અટક્યો, અને જણાવ્યું કે “હે રાજા ! તારી ચંદ્રાવતી રાણી તેના ભાઈ ચંદ્રશેખરને તમારી ગેરહાજરીનો લાભ લઈ સૈન્ય સાથે રાજ્યનો કબજો આપવા લઈ આવી છે આથી નગરમાં શત્રુ સૈન્ય સાથે હાલ યુદ્ધ થાય છે.” રાજા ચમક્યો પોપટે કહ્યું “ફકર ન કરો સૌ સારૂં થશે.” તેટલામાં તો પોતાનું સૈન્ય તેને સામે મળ્યું અને ચંદ્રશેખર ભેટયું લઈ રાજાને પગે પડી કહેવા લાગ્યો કે “મહારાજ! આપની ગેરહાજરીમાં શત્રુઓ ગેરલાભ ન લે તેથી નગરરક્ષા માટે હું આવેલો. તેનો આપના સૈન્ય ઉલટો અર્થ કર્યો અને આ અથડામણ ઉભી થઈ. શંકા છતાં સરલ સ્વભાવી રાજાએ તે વાતની ઉપેક્ષા કરી અને પોપટ તરફ જોયું તો પોપટ જણાયો નહિ. રાજાએ માન્યું કે ઉપકારનો બદલો ન લેવો પડે માટે આ ઉપકારી ચાલ્યો ગયો લાગે છે. તપાસ કરી પણ તે ન જડ્યો તે ન જ જડ્યો. સમય જતાં એક દિવસે મૃગધ્વજ રાજાએ ગાંગલિઋષિએ આપેલ મંત્રનો જાપ કર્યો અને તેના પ્રતાપે ચંદ્રાવતી સિવાય સર્વે રાણીઓને એકેક પુત્ર થયો. આ પ્રસંગે કમળમાલાને એક સ્વમું આવ્યું તેમાં તેને ભગવાને કહ્યું કે, “આ શુક લે (પોપટ) પછી તને હંસ આપીશ.” રાજાએ સ્વપ્રાનો અર્થ એ કહ્યો કે, “તારે બે પુત્ર થશે અને તે બન્ને તેજસ્વી થશે.” કમળમાળાએ ગર્ભ ધારણ કર્યો પૂરે મહિને પુત્ર જન્મ્યો અને તેનું નામ શુકરાજ રાખ્યું. શુકરાજ રાજકુટુંબને ઉચિત વૈભવથી ઉછરતાં ઉછરતાં પાંચ વર્ષનો થયો ત્યારે રાજા અને કમળમાળા વસંતઋતુ આવતાં, ઉદ્યાનમાં ફરવા નીકળ્યાં અને તેજ આંબાના ઝાડ નીચે બેઠા. આનંદ અને હર્ષના અતિરેકમાં રાજાએ કનકમાળાને કહ્યું, “હે પ્રિયે ! આ તેજ આમ્રવૃક્ષ છે કે જ્યાં આગળ અને પોપટે તારી ભાળ આપી હતી અને મને આશ્રમમાં લઈ જઈ તને મેળવી આપી કૃતાર્થ કર્યો.” પિતાના ખોળામાં રહેલ પુત્ર શુકરાજ આ વચન સાંભળી એકદમ મૂછિત થયો. રાજા-રાણી વ્યથિત બનીને અનેક ઉપચાર કર્યા ત્યારે આંખ ખોલી ભૂતાવેષ્ટની માફક આમતેમ કુમારે જોયા કર્યું. તેને ઘણું બોલાવ્યા છતાં તેણે અક્ષરનો ઉચ્ચાર ન કર્યો, તે ન જ કર્યો. આ પછી ઘણા ઘણા ઉપચારો કર્યા છતાં રાજકમારની વાચા બંધ થયાનું કોઈ નિદાન ન કરી શક્યું. અને કુમારની વાચા સદંતર બંધ થઈ. સમય જતાં દુઃખ ઓછું થયું અને ફરી કૌમુદી મહોત્સવ પ્રસંગે કમળમાળા અને શુકરાજ સાથે રાજા ઉદ્યાનમાં ફરવા નીકળ્યો. તે આમ્રવૃક્ષને દૂરથી જોતાં શુકરાજની જિહા બંધ થયાનું દુઃખ તાજું થયું અને તેથી ત્યાં નહિ જવાનો રાજા નિર્ણય કરે છે, તેવામાં ત્યાંથી દેવદુંદુભિનો અવાજ સંભળાયો. રાજાએ તપાસ કરી તો ત્યાં શ્રીદત્ત મુનિ મહારાજને કેવળજ્ઞાન થયું છે, તે પ્રસંગને અનુલક્ષી દેવો મહોત્સવ કરવા આવ્યા છે તે જાણ્યું. રાજા રાણી બન્નેએ પુત્ર સાથે પર્ષદામાં બેસી ધર્મોપદેશ સાંભળ્યો, દેશનાને અંતે મૃગધ્વજ રાજાએ શ્રીદત્ત કેવળી ભગવંતને શુકરાજની જિહ્વા બંધ થવાનું કારણ પૂછયું, શ્રીદત્ત કેવળી ભગવાને તેમને શકરાજનો પૂર્વભવ જણાવ્યો.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy