SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ દેશાવકાસિક ઉપર વાનરનું દૃષ્ટાંત. ૨૫૧ વિવેચન કર્યું. દેશનાને અંતે વૈદ્યને વિશેષ બોધ આપ્યો અને જણાવ્યું કે “વૈદ્યનું જીવન બહું કપરું છે. કારણ કે, તે લોકના ભલા કરતાં મુંડામાં વધારે રાજી રહે છે તે માને છે કે લોકો વધુ માંદા પડે તે સારું. આમ છતાં સારો વૈદ્ય દયા ભાવે અને હિતબુદ્ધિએ વૈદ્યકપણું કરે તો કલ્યાણ સાધી શકે છે.” મુનિની આ દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડ્યું. તે પોતાને ઘેર ગયો પણ પાછો પૂર્વના અભ્યાસને લઈ મહાલોભથી પોતાનો ધંધો કરવા માંડ્યો. અંતે તે મૃત્યુ પામી એક જંગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયો. આ વાનર પોતાના ટોળાનો અગ્રણી બની વાનરીઓ સાથે ક્રિીડા કરતો પોતાનો કાળ પસાર કરવા લાગ્યો. એક વખત જ્યાં આ વાનર વસે છે તે જંગલમાં સમેતશિખરની યાત્રાએ નીકળેલો એક મુનિઓનો સમુદાય આવી ચડ્યો. અહિં એક મુનિના પગે કાંટો વાગ્યો. કાંટો એટલો બધો ઊંડો ઉતર્યો કે તે ખેંચી શકાયો નહિ, પગ સુજી ગયો. મુનિ પગલું પણ આગળ ચાલવા માટે સમર્થ થયા નહિ. મુનિઓ અટક્યા ઘોર જંગલમાં કોઈ પ્રતિકારનો માર્ગ તેમને દેખાયો નહી. કાંટાથી વિંધાયેલ મુનીએ બીજાઓને કહ્યું કે “મારે માટે તમારે બધાયે રોકાઈ રહેવાની જરૂર નથી, આપ સુખેથી પધારો હું અહિં રહ્યો રહ્યો મનથી સમેતશિખરની ભાવના ભાવી જીવન પવિત્ર કરીશ.” મુનિઓ થોડીવાર તો અટક્યા પણ છેવટે તેમને લાગ્યું કે તાત્કાલિક કાંઈ પણ પ્રતિકાર થાય તેમ નથી, તેમ જાણી એક બીજાને ખમાવી સૌ નીકળ્યા. કંટક વિદ્ધ મુની એક શીલાતળને પોતાનો ઉપાશ્રય માની ધ્યાન મગ્ન રહ્યા. તેવામાં થોડીવારે કેટલાક વાનરોનું ટોળું આવ્યું. કેટલાકે મુનિને મારવા પથરા તો કેટલાકે લાકડાના ટુકડા ઉપાડ્યા. તેવામાં વૈદ્યનો જીવ જે વાનર થયો હતો તે ત્યાં આવ્યો મુનિને જોતાં વિચારવા લાગ્યો, મેં આવા મુનિને ક્યાંય ને ક્યાંય જોયા છે. એમ વિચારતાં પૂર્વભવ યાદ આવ્યો, તેણે મુનિઓને મારવા તૈયાર થયેલ વાનર અને વાનરીઓને દૂર કર્યા અને સિદ્ધવૈદ્યની જેમ મુનિનો પગ હાથમાં લઈ પૂર્વભવના અભ્યાસથી મુનિનાં પગમાંથી કાંટો ખેંચી કાઢ્યો. તુર્ત વાનર જંગલમાં ઉપડ્યો અને સંરોહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ વાનરને ઉદ્દેશી કહ્યું “હે વાનર ! તું તિર્યંચ છે છતાં આ તિર્યચપણામાં પણ તું પ્રયત્ન કરે તો તારું કલ્યાણ સાધી શકે છે.' કંબલ અને સંબલે તિર્યચપણામાં પણ ધર્મ કરી દેવગતિ મેળવી. ભગવાનને ડંખ દેનાર ચંડકૌશિક સર્ષે પણ સમભાવ રાખી કલ્યાણ સાધ્યું છે. માટે સમ્યકત્વ મૂળ બારવ્રતને શક્તિ મુજબ આરાધ. જેથી ઘણા પાપો પણ નાશ પામશે. તેમજ બારવ્રતમાં પણ વિશેષ કરીને દેશાવકાસિક વ્રત આરાધવા યોગ્ય છે. આ વ્રત સામાયિક સહિત અને સામાયિક રહિત એમ બે પ્રકારે થાય છે. મનથી પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી, નિયત કરેલી ભૂમિમાં રહેવું તે સામાયિક દેશાવકાસિક છે અને બીજાથી નિયત કરેલી ભૂમિમાં સર્વવ્રતના સંક્ષેપરૂપ દેશાવકાસિક કરવાથી, તે ભૂમિ સિવાય બીજા બધા સ્થળના પાપનો નિષેધ થાય છે. વાનરનું ચિત્ત દશાવકાસિક ઉપર
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy