SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ ચોંટ્યું. મુનિએ વાનરને ધર્મમાં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને ક્રમે કરી સમેતશિખર પહોંચ્યા. વાનરને સંપૂર્ણ ફળની ઇચ્છા થઈ તેથી તેણે તે જ રાત્રિએ એક પર્વત ઉપર સામાયિક સહિત દેશાવકાસિક વ્રત સ્વીકાર્યું. રાત્રે સિહે વાનર ઉપર હૂમલો કર્યો. વાનર વ્રતને સંભાળી પગલું પણ ખસ્યો નહીં. આ રીતે સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરે મન સ્થિર રાખ્યું અને ત્યાંથી ધર્મ ધ્યાનમાં મૃત્યુ પામી ભુવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયો. ભુવનપતિમાં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, વાનરનો જીવ મણિમંદિર નામના નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણીમાળાની કુક્ષિામાં ઉત્પન્ન થયો. પૂર્ણ મારો જન્મ થયો. અહીં માતાપિતાએ તેનું નામ અરૂણદેવ રાખ્યું. અરૂણદેવકુમાર ચક્રવર્તિ પુત્રની જેમ પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતો અનુક્રમે બાલ્યકાળ પસાર કરી યૌવનપણાને પામ્યો. તે હજારો વિદ્યાધર કન્યાઓને પરણ્યો અને તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાઓને મેળવી. સમય જતાં બન્ને વિદ્યાધર શ્રેણિઓનો અધિપતિ વિદ્યાધર ચક્રવર્તિ રાજા થયો. અને પિતાના રાજ્યનો પણ અધિષ્ઠાતા થયો. વળી એક વખત મણિમંદિર નગરમાં રથયાત્રાનો ઉત્સવ આરંભાયો. સંઘે ગામોગામ આમંત્રણ મોકલ્યાં, આ પ્રસંગે અનેક શ્રાવકગણ અને સુવિહિત સાધુસમુદાય મણિમંદિરનગરમાં પધાર્યો. રથયાત્રાના વરઘોડાનો ઘેર ઘેર સત્કાર થયો. ફરતો ફરતો રથ રાજાના મંદિરે આવ્યો. રાજાએ રથ જોયો અને જૈનશાસનની પ્રભાવનાને તે અનુમોદવા લાગ્યો. તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલ સાધુસમુદાય ઉપર પડી. આ સાધુસમુદાયના અગ્રેસર શ્રી પ્રભસૂરિ હતા. તેમની પાસે એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને દેખતાં રાજાને ચક્કર આવ્યા અને તુર્ત મૂચ્છખાઈ જમીન ઉપર ઢળી પડ્યો. થોડીવારે શુદ્ધિ આવતાં તેણે સૌ પ્રથમ તે વૃદ્ધમુનિને વાંદ્યા. લોકોએ કહ્યું “રાજનું ! આચાર્યને છોડી આ મુનિને તમે કેમ વાંધા ? રાજાએ પોતાનો પૂર્વભવ વાનરપણાનો કહી બતાવ્યો અને જણાવ્યું કે “આ મારા પરમ ઉપકારી છે.” આચાર્યે કહ્યું, રાજનું! તિર્યચપણામાં પણ તમે ધર્મ કરી આવી રાજયઋદ્ધિ પામ્યા તો માનવભવમાં શુદ્ધ રીતે ધર્મ કરો તો જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ન મેળવી શકાય? રાજા પ્રતિબોધ પામ્યો; તેણે પોતાના પુત્ર પદ્મશખરને રાજ્યગાદી ઉપર સ્થાપી તુર્ત આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી. એક વખત અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતા હતા તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષ્મીદેવીએ જોયા. તેને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેણે નીચે ઉતરી મુનિની સમક્ષ અનેક દેવાંગનાઓ વિદુર્વે અનુકૂળ ઉપસર્ગ કર્યા. અનુકુળ ઉપસર્ગથી જ્યારે તે ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે ઘણા પ્રતિકુળ ઉપસર્ગ કર્યા. આમ છ માસ અનેકવિધ ઉપસર્ગો કરી દેવી થાકી અને મુનિવરનો અપરાધ ખમાવી તેમની સ્તવના કરતી અંતર્ધાન થઈ. અરૂણદેવ રાજર્ષિએ તે ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને આયુષ્ય પૂર્ણ કરી દસમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તીર્થંકર થઈ મુક્તિપદને પામશે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy