SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થયેલા અને તૃષાતુર થયેલા એટલા પુરુષોએ કોઈ વખતે દિવસે સૂઈ રહેવું. ગ્રીષ્મઋતુમાં વાયુનો સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે માટે તે ઋતુમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે, પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે તો તેથી કફ પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઊંઘ લેવી સારી નથી કેમકે તેવી ઊંઘનો વખત રાત્રિની માફક સુખનો તથા આયુષ્યનો નાશ કરે છે. સૂતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તો વિદ્યાનો, અને દક્ષિણ દિશાએ કરે તો ધનનો લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તરદિશાએ મસ્તક કરે તો મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રમાં કહેલો શયનવિધિ કહ્યો છે. આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે. સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરુને વંદના કરવી. ચઉવિહાર વગેરે પચ્ચખાણ ગ્રંથિ સહિત ઉચ્ચરવું તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણનો સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ) એ સર્વે પૂર્વે નિયમિત નથી તેનો નિયમ કરું છું. તે એ કે, એકેન્દ્રિયને તથા મશક, જા વગેરે ત્રસજીવોને મૂકીને બાકીનો આરંભ અને સાપરાધ ત્રસજીવ સંબંધી તથા બીજો સર્વ પ્રાણાતિપાત, મનને રોકવું અશકય છે. માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરૂં અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનો પણ નિયમ જાણવો. તથા દિનલાભ પણ નિયમિત હતો નહીં તેનો હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છું. શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વઉપભોગ-પરિભોગને, ઘરનો મધ્યભાગ મૂકી બાકી સર્વદિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવું. આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિઃસંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણાંત સધી પાળ્યું અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામ્યો તેમ બીજા વિશેષ ફળના અર્થી મનુષ્ય પણ મુખ્ય માર્ગે પાળવું. પરંતુ તેમ પાળવાની શક્તિ ન હોય તો અનાભોગાદિ ચાર આગારોમાં ચોથા આગારવડે અગ્નિ સળગવા વગેરે કારણથી તે દિશાવકાશિત) વ્રત મૂકે તો પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જીવ વાનરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. દેશાવકાસિક ઉપર વાનરનું દૃષ્ટાંત. પૂર્વકાળમાં કાંતિમતી નામે નગરી હતી. તે નગરીમાં સિદ્ધ નામે મહાવૈદ્ય રહેતો હતો. તે વૈદ્ય મહાન લોભી હતો. જેથી તે પોતાના સગા મિત્ર કે, ગરીબ ગુરબાનું પણ ધ્યાન રાખ્યા સિવાય પૈસા પડાવતો હતો. તેમજ બહુ પાપવાળી ઔષધિઓ વાપરતો હતો. એક વખત તે નગરમાં મુનિ મહારાજ પધાર્યા. સર્વ લોકોની સાથે સિદ્ધવઘ પણ દેશના સાંભળવા ગયો. મુનિરાજે દેશના આરંભી, આ દેશનામાં તેમણે માનવભવની દુર્લભતા ઉપર
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy