SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધાખામણાં તથા અતિચારની આલોચના કરી પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવાં પછી વાંદણા પછી પિòસૂત્ર કહેવું. ૨૯ પ્રતિક્રમણ સૂત્ર કરી ઉભા થઈ કાઉસ્સગ્ગ કરવો તે પછી મુહપત્તિ પડિલેહી, વાંદણા દઈ પાતિક ખામણાં કરે અને ચાર થોભવંદના કરે, ૩૦. પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું, તેમાં ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કરે અને અજિતશાંતિ કહે. ૩૧. ચઉમાસી અને સંવચ્છરી પ્રતિક્રમણનો વિધિ. ૨૪૪ એ રીતે જ ચોમાસી પ્રતિક્રમણનો તથા સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ જાણવો. તેમાં એટલો વિશેષ કે પખિ પ્રતિક્રમણ હોય તો પખ્ખુિ, ચોમાસી હોય તો ચોમાસી અને સંવત્સરી હોય તો સંવત્સરી એવાં જુદાં જુદાં નામ બોલવાં. ૩ર. તેમજ પિક્ષના કાઉસ્સગમાં બાર, ચોમાસીના કાઉસ્સગ્ગમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્ગમાં નવકાર સહિત ચાળીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચિંતવવો તથા સંબુદ્ધાખામણાં પિક્ખ, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. ૩૩. આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી. હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યક વૃત્તિમાં વંદનકનિયુક્તિની અંદર આવેલી ચત્તર પડિમળે એ ગાથાની વ્યાખ્યા અવસરે સંબુદ્ધાખામણાંના વિષયમાં કહ્યું છે કે દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પિક્ષ તથા ચોમાસીમાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસૂત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. હવે પ્રતિક્રમણના અનુક્રમનો વિચાર પૂજ્યશ્રી જયચંદ્રસૂરિષ્કૃત ગ્રંથમાંથી જાણવો. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે. ગુરુની વિશ્રામણા. તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણા એક ઉપલક્ષણ છે માટે સુખસંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વભવે પાંચસો સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થયેલા બાહુબલિ વગેરેના દૃષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગમાર્ગે જોતાં સાધુઓએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે “સંવાદળવંતપદોગળા ય” એ આગમવચનમાં નિષેધ કર્યો છે. અપવાદ સાધુઓએ સેવા કરાવવી હોય તો સાધુ પાસે જ કરાવવી તથા કારણ પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મોટા મુનિરાજ સેવા કરાવતા નથી તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરવો. તે પછી પૂર્વે કહેલા દિનનૃત્ય આદિ શ્રાવકનો વિધિ દેખાડનારા ગ્રંથોની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથોને ફેરવવારૂપ, શીલાંગ વગેરે રથની ગાથા ગણવારૂપ અથવા નવકારની
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy