SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ. ૨૪૫ વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવો. અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ. શીલાંગરથ આ ગાથા ઉપરથી જાણવો. करणे ३ जोए ३ सन्ना ४ इंदिअ ६ भूमाइ १० समणधम्मो अ १० ॥ सिलांग सहसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती ॥१॥ અર્થ :- કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, ૨સ અને ઘ્રાણ એ પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એંશી) થયા. તેને પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧. ક્ષાંતિ, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભતા), ૫. તપ, ૬, સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦. બ્રહ્મચર્ય. એ દશ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ (અઢાર હજાર) થાય. એ રીતે શીલાંગરથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગરથની ભાવના આઠ આ રીતે છે ઃ * जे नो करंति मणसा, निज्जिअ आहार सण्ण सोइंदी । યુદ્ધવિાવારમ, હંતિનુઞ તે મુળી વંદ્રે ! વગેરે એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથનો પાઠ આ રીતે છે. + न होइ सयं सामहू णसा आहार सन्न संवुडओ | सोइंदिअ संवरणो, पुढविजीओ खंतिसंपन्नो ॥१॥ વગેરે સામાચારીરથ, ક્ષમણારથ, નિયમરથ, આલોચનારથ, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ, વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી. નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ. નવકારની વલક ગણનામાં તો પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાનુપૂર્વી અને બાકીના એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વી (૩,૬૨,૮૭૮) ત્રણ લાખ, બાંસઠ હજાર, આઠસો અઠ્યોતેર થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીર્તિસૂરિષ્કૃત સટીક પરમેષ્ઠિ સ્તવથી જાણવું. * આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને જિતનાર જે મુનિઓ પૃથ્વીકાય વગેરેનો આરંભ મનથી પણ નથી ફરતા. તે ક્ષાંતિ વગેરે દવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. + આહાર વગે૨ે સંજ્ઞાઓનો, અને શ્રોત્ર આદિ ઇન્દ્રિયોનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ તે મનવડે પણ હિંસા ન કરે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy