SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ ૨૪૨ હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથોમાં કહ્યું છે કોઈ પણ આચાર્યે કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેનો જો પ્રતિષેધ ન કર્યો હોય તો બહુમત આચરત જ સમજવું. તીર્થોદ્ધાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદશને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરી. વીર નિર્વાણ સંવત ૯૯૩મા વર્ષે ચતુર્વિધ શ્રી સંઘે ચૌદશને દિવસે ચૌમાસી પ્રતિક્રમણ કર્યું તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલો વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ જોવો. દેવસિય પ્રતિક્રમણનો વિધિ. પ્રતિક્રમણ કરવાનો વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્યકૃત ગાથાઓ કહેલી છે તે ઉપરથી ધારવો. તે નીચે પ્રમાણે છે : આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે અથવા ગુરુનો યોગ ન હોય તો એકલાએ અવશ્ય કરવું. ૧. ચૈત્યવંદન કરી ચાર ભગવાનહં પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનો મિચ્છામિ દુક્કડં દેવો. પ્રથમ સામાયિક જ્ઞામિ મિ ઝાડKાં ઇત્યાદિ સૂત્ર બોલવું અને પછી ભૂજાઓ તથા કોણી લાંબી કરી, રજોહરણ અથવા ચરવળો તથા મુહપત્તિ હાથમાં રાખી ઘોડગ વગેરે દોષ ટાળી કાઉસ્સગ્ગ કરે. તે વખતે પહેરેલો ચોળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચો હોવો જોઈએ. (૩-૪) કાઉસ્સગ્ગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહેવો. ૫. સંડાસક પૂંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભૂજાઓ કરી, મુહપત્તિની તથા કાયાની પચ્ચીશ-પચ્ચીશ પડિલેહણા કરવી. ઉઠી ઉભા રહી, વિનયથી વિધિપૂર્વક ગુરુને વંદના કરવી. તેમાં બત્રીશ દોષ ટાળવા અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઇ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૬-૭-૮) પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કહે. તે પછી ઉઠીને “અમુદ્ગિોરૢિ વગેરે પાઠ વિધિપૂર્વક કહે. ૯ પછી વાંદણાં દઈ પાંચ-આદિ યતિઓ હોય તો ત્રણવાર ખમાવે, પછી વાંદણા દઈ આખ઼િ ઇત્યાદિ ત્રણ ગાથાનો પાઠ કહે. ૧૦. આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગસૂત્રનો પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાઉસ્સગ્ગ કરી બે લોગસ્સ ચિંતવવા. ૧૧. પછી યથાવિધિ કાઉસ્સગ્ગ પારીને સમ્યક્ત્વની શુદ્ધિને અર્થે પ્રગટ લોગસ્સ કહે, તેમજ સર્વલોકને વિષે રહેલાં, અરિહંત ચૈત્યોની આરાધનાને માટે કાઉસ્સગ્ગ કરી, તેમાં એક લોગસ્સ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy