SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ તે માટે ત્રણ તીર્થી. પંચતીર્થી, ચોવીસી વગેરેમાં ઘણા તીર્થકરોની પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે. અંગપૂજાનો અધિકાર સમાપ્ત થયો. અગ્રપૂજા અધિકાર. સોના-રૂપાના અક્ષત કરાવીને કે ઉજ્જવળ શાલિ વગેરેના અખંડ ચોખાથી અથવા સફેદ સરસવથી પ્રભુ આગળ અષ્ટ મંગલિક કરવાં. જેમ શ્રેણિક રાજા દરરોજ સોનાના યવથી શ્રી વીર પ્રભુના સન્મુખ જઇ સ્વસ્તિક કરતા હતા. અથવા રત્નત્રયી (જ્ઞાન દર્શન, ચારિત્ર) ના આરાધન નિમિત્તે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવતા. તેમજ વિવિધ પ્રકારનાં ભાત વગેરે રાંધેલાં અશન, સાકરનું પાણી, ગોળનું પાણી વિગેરે પાણી, પકવાન્ન, ફળાદિક ખાદિમ, તંબોળ પાનના બીડાં વગેરે સ્વાદિમ, એમ ચાર પ્રકારના આહાર પવિત્ર હોય તે દરરોજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગોશીષચંદનના રસ કરી પંચાંગુળીના મંડળ તથા ફૂલના પગર ભરવા આરતી ઉતારવી, મંગળદીપક કરવો, એ સર્વે અગ્રપૂજામાં ગણાય છે. ભાષ્યમાં કહેલ છે કે : ગાયન કરવું, નાટક કરવું, વાજિત્ર વગાડવાં, લુણ ઉતારવું, પાણી ઉતારવું, આરતી ઉતારવી, દીવા કરવા, એવી જે કરણીઓ છે તે સર્વ અગ્રપૂજામાં અવતરે (ગણાય) છે. નૈવેદ્ય પૂજા. નિવેદ્ય પૂજા દરરોજ કરવી. કેમકે એ સુખથી પણ થઈ શકે છે અને મહાફળદાયક છે રાંધેલું અન્ન આખા જગતનું જીવન હોવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે એટલા જ માટે વનવાસથી આવીને શ્રી રામચંદ્રજીએ પોતાના મહાજનને અન્નનું કુશળપણું પૂછ્યું. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર વૃદ્ધિ પણ રાંધેલા અન્નના ભોજનથી થાય છે. રાંધેલા અન્નના નૈવેધથી દેવતા પણ પ્રાયઃ પ્રસન્ન થાય છે. સંભળાય છે કે આગીયો વૈતાળ દરરોજના સો મુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો હતો. ભૂત-પ્રેતાદિક પણ રાંધેલા ખીર, ખીચડા, વડા વગેરેનાં ભોજન કરવા માટે જ ઉત્તારાદિમાં યાચનાં કરે છે. તેમજ દિકપાળાદિને જે બળી દેવાય છે તે તથા તીર્થકરની દેશના થઈ રહ્યા પછી બળી દેવાય છે તે પણ અન્નથી જ થાય છે. નિવેદ્ય પૂજાના ફળનું દૃષ્ટાંત. એક સાધુના ઉપદેશથી એક નિધન ખેડૂતે એવો નિયમ લીધો હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નૈવેદ્ય ચઢાવ્યા પછી જ ભોજન કરીશ. કેટલોક કાળ પોતાના દેઢ નિયમથી વિત્યા પછી એક દિવસ નૈવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભોજનનો સમય થઇ જવાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી, પણ તે ખેડૂત પોતાના દેઢ નિયમથી ચળ્યો નહીં, તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બોલવા લાગ્યો કે, “જા, તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે.” સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાનો સ્વયંવર મંડપ હતો, તેથી તે ખેડૂત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરા તેને જ વરી. તેથી ઘણા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy