SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવપૂજાનો અધિકાર. ૭૯ છેવટે તેણે દૈવી પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુત્રિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકોમાં પણ કહેવાય છે કે, ધૂપ પૂજાથી પાપ બળી જાય છે, દીપ પૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજ્ય પામે છે અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.’' અન્નાદિ સર્વ વસ્તુની ઉત્પત્તિના કારણરૂપ અને પાન્નાદિ ભોજનથી પણ અધિક અતિશયવાળું પાણી પણ જરૂર દરરોજ પ્રભુ આગળ બની શકે તો વાસણમાં ભરીને ચઢાવવું. નૈવેદ્ય અને આરતી આદિ માટે આગમમાં પણ કહેલું છે કે, નૈવેદ્ય ચઢાવવા સંબંધી શાસ્ત્ર પ્રમાણ. આવશ્યકનિર્યુક્તિમાં કહેલ છે કે, “જીરૂ વની” બળી (નૈવેદ્ય) કરાય છે, શ્રી નિશીથમાં પણ કહેલું છે કે “(ત્યારપછી) પ્રભાવતી રાણીએ સર્વે બળી આદિ નૈવેદ્ય વિગેરે આદિ શબ્દના ગ્રહણથી ધૂપ, દીપ, જળ, ચંદન તૈયાર કરાવીને (તે કાષ્ઠની પેટી સન્મખ મૂકીને) દેવાધિદેવ શ્રી વર્ક્સમાનસ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ.” એમ કહીને ત્રણ વાર (પેટી પર) કુહાડો માર્યો. ત્યાર પછી તે પેટીના બે ભાગ થવાથી સર્વાલંકાર વિભૂષિત ભગવંતની પ્રતિમા જુવે છે.' નિશીથસૂત્રની પીઠિકામાં પણ કહેલ છે કે, તે બળી કહેવાય છે, જે અશિવની ઉપશાંતિ નિમિત્તે રાંધેલા ચોખા કરાય છે. નિશીથની ચૂર્ણિમાં પણ કહેલ છે કે :- संपइराया रहग्गओ विविहफले खज्जगभूज्जगे ઞવડા વત્થમાફ કરિને રૂ સંપ્રતિ રાજા તે રથયાત્રા આગળ વિવિધ પ્રકારના ફળ, ખાદ્ય, શેકેલાં ધાન્ય, કવડક (કોડાં), વસ્ત્ર આદિનું ભેટણું કરે છે. બૃહત્કલ્પમાં પણ કહેલ છે કે, તીર્થંકરો સાધુના સાધર્મિક નથી તે કારણથી તીર્થંકરને અર્થે કરેલા આહાર સાધુને જ્યારે કલ્પે, ત્યારે પ્રતિમાને માટે કરેલા બળી નૈવેધની તો શી વાત ? પ્રતિષ્ઠાપાહુડમાંથી શ્રી પાદલિપ્તસૂરિએ ઉદ્ધરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં કહેલ છે કે, “આરતી ઉતારીને મંગળદીવો કર્યા પછી ચાર ઉત્તમ સ્ત્રીઓએ મળી નિત્ય વિધિથી નૈવેધ કરવો.'' મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં પણ કહેલ છે કે, “અરિહંત ભગવંતને બરાસ, ફૂલમાળા, દીવો, મોરપીંછીથી પ્રમાર્જન, ચંદનાદિ કે વિલેપન, વિવિધ પ્રકારના બલિ (નૈવેદ્ય), વસ્ત્ર, ધૂપાદિ પૂજા સત્કારે કરીને, પ્રતિદિન પૂજા કરતાં પણ તીર્થની ઉન્નતિ કરીએ.” આ મુજબ અગ્રપૂજાનો અધિકાર સમાપ્ત થયો. ભાવપૂજાનો અધિકાર. ભાવપૂજા તો જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજાના વ્યાપાર નિષેધરૂપ ત્રીજી ‘નિસીહિ’ કરવાપૂર્વક કરવી. જિનેશ્વર ભગવંતની જમણી તરફ પુરુષોએ અને ડાબી તરફ સ્ત્રીઓએ આશાતના દૂર કરવા માટે ઓછામાં ઓછું ઘર દેરાસરમાં એક હાથ કે અર્ધ હાથ અને મોટા દેરાસરમાં નવ હાથ અને વિશેષ તો સાંઈઠ હાથ તેમજ મધ્યમ ભેદ તો દશ હાથથી માંડી ઓગણસાંઇઠ હાથનો અવગ્રહ રાખીને (દૂર રહીને) ચૈત્યવંદન કરવા બેસવું. શાસ્ત્રમાં કહેલું છે કે, :
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy