SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ સ્નાત્રજળ અંગે. राइप्पसेणाइज्जे, सोहम्मे सुरियाभदेवस; जीवाभिगमे विजयापूरीइ विजयाइ देवाणं १ भिंगार लोमहत्थय लूहया धूव दहण माइअं; पडिमाणं सकहाणय पूआए इक्कयं भणियं २ निव्वुअ जिणंद सकहा सग्ग समुग्गेसु तिसु वि लोएसु; अन्नोन्नं सलग्गा, नवणं जलाइट्टि संपुठ्ठा ३ पुव्वधर कालविहिआ, पडिमाइ संति केसुवि पुरेसु; बत्तक्खा, खेत्तक्खा, महक्खाया गंथ दिट्ठाय, ४ मालधराइआणवि; धुवण जलाइ फुसेइ जिणबिंबेः पुत्थय पत्ताइणवि, उवरुवरि फरिसणाइअ ५ ताणिज्जइ नो दोसो, करणेचउव्विस वठ्ठयाइणं; आयरणाजुत्तिओ, गथेसु अदिस्समाणत्ता ६ રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે અને જીવાભિગમસૂત્ર તથા જંબૂઢીપપન્નત્તિ સૂત્રમાં વિજયાપુરી રાજધાની પોળીયાદેવનો અને વિજ્યાદિ દેવતાનો અધિકાર છે. (ત્યાં નાના કળશ, મોરપીંછી, અંગલુંછણા, ધૂપદાણા વિગેરે ઉપકરણ સર્વ જિન પ્રતિમા અને સર્વ જિનની દાઢાઓની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મોક્ષ પામ્યા જે જિનવર, તેઓની દાઢા ઇદ્ર લઇને દેવલોકમાં રહેલા સીકામાં ડાભડાઓ અને વળી ત્રણ લોકમાં જ્યાં જ્યાં જિનની દાઢાઓ છે તે સર્વ ઉપરાઉપર મુકાય છે, એક-બીજા માંહોમાંહે સંલગ્ન છે તેઓને એક-બીજાઓને જળાદિનો સ્પર્શ, બંગલુહણાનો સ્પર્શ, એક-બીજાને થયા પછી થાય છે (ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે.) પૂર્વધર પૂર્વાચાર્યોએ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતીમાં કેટલાએક ગામ, નગર, તીર્થાદિક ઉપર છે તેમાં કેટલીક વ્યક્તિખ્યા (એક જ અરિહંતની) નામે. અને બીજી ક્ષેત્રા (એક પાષાણ કે ધાતુમય પટ્ટક ઉપર ચોવીસ પ્રતિમા ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્રની પ્રતિમાઓ કરી હોય તે) નામે, વળી મહાખ્યા ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૧૭૦ પ્રતિમાઓ એક જ પટ્ટક ઉપર કરી હોય તે નામે, એમ ત્રણે પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ જ છે. વળી પંચતીર્થી પ્રતિમાઓમાં ફુલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાના રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓનો અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શેલું પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકના પાના ઉપરાઉપરી રહે છે, પરસ્પર સંલગ્ન હોય છે, તેનો પણ દોષ લાગવો જોઇએ, પણ તેમાં કંઈ દોષ લાગતો નથી. તે માટે માળાધર દેવનું સ્પર્શેલું પાણી જિન ઉપર પડે તો પણ દોષ નથી લાગતો એમ ચોવીસ વટ્ટામાં પણ ઉપરના જિનબિંબને સ્પર્શેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શ છે, તેમાં કાંઈ પૂજા કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા વગેરેનો દોષ લાગતો નથી. એમ આચરણા અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. બૃહતુભાષ્યમાં પણ કહેવું છે કે : કોઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ઋદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનનો પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કોઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કોઈક પંચપરમેષ્ઠિના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા ભરાવે છે. કોઈક વળી ચોવીસ તીર્થંકરના કલ્યાણક તપના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર ચોવીસ તીર્થકરની ચોવીસી ભરાવે છે. કોઈક વળી ધનવાન, અત્યંત ભક્તિની તીવ્રતાથી અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એકસો સીત્તેર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ભરાવે છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy