SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્ન જીવનનો ખ્યાલ આવતો નથી. યથાર્થ જ્ઞાનની હાજરીમાં જ આત્માની શક્તિ સંપત્તિ અને સદ્દગુણોની સમજ મળી શકે, ઉદાત્ત અને ઉમદા ગુણોને પ્રાપ્ત કરી શકે, જ્ઞાન-ધ્યાન અનુભવથી ગળાડુબ આનંદ પણ મેળવી શકે, આ થઈ દિવ્યાનંદની વાત, પરંતુ સમ્યગુજ્ઞાનના સહારે ચાલુ વર્તમાન જીવનમાંય કેટલાય માનવી મનથી તૂટેલા-હારેલા-થાકેલા-ભાંગેલા અને ભાન-ભૂલેલા જીવોને સાચી સલાહ અને સહાય સમજણ શક્તિથી આપવાને કારણે પરમાર્થ દ્વારા પરમ પ્રસન્નતાના પીયૂષ પાન કરી શકે છે, અને કરાવી શકે છે. તેથી એકવાત ફલિત થાય છે કે જીવનના કોઈ પણ પ્રકારનાં વ્યવહારમાં - વિષયમાં કે વિકાસમાં વિશિષ્ટજ્ઞાન જ સર્વોપરી ભોમિયો બને છે. જ્ઞાનથી જ સર્વ કાર્યો સફળ થાય છે. ડગલે-પગલે અનુભવ-સમજણશક્તિકોઠાસૂઝવાળા માનવી જ સિધ્ધી મેળવી જ્ઞાત-અજ્ઞાત બંધનો દૂર કરી સર્વત્ર સ્વતંત્રતાનો આસ્વાદ લઈ શકે છે. . તે સમ્યગૃજ્ઞાનની ઉપાસના-આરાધનાથી. જીવન ઉષ્માભર્યું - ઉલ્લાસભર્યને ઉદ્દેશભર્યું અનુભવાય છે. ત્યારે પ્રશ્ન થાય કે સમ્યગુજ્ઞાનનું મૂળસ્ત્રોત કયું ? તે સમ્યગજ્ઞાન મળે કઈ રીતે ? - સરસ્વતીની ઓળખ ૧ સમ્યગુજ્ઞાનનું ઉદ્ગમ સ્થાન અરિહંત ભગવાનના મુખકમળમાં સદાય રહેનારી દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવી છે. તે કલા, સંગીત, વિદ્યા અને જ્ઞાનની દાત્રી ગણાય છે. શ્રત, બ્રાહ્મી, ભારતી, વાગેશ્વરી, ગીર્વાણી, વીણા, પાણી, શારદા, વિદ્યા, ત્રિપુરા, બ્રહ્માણીદેવી વિગેરે ૧૦૮ તેનાં પર્યાયવાચી નામો છે તે ચાર હાથવાળી અને બે હાથવાળી જોવા મળે છે. જમણાહાથે મોતીનીમાળા અને વરદ મુદ્રાવાળી, ડાબા હાથે પુસ્તક(પોથી) તથા કમળ ધારણ કરેલી અથવા અમૃત કમંડળને ધારણ કરેલી, રાજહંસ કે કમળ ઉપર બિરાજમાન થયેલી, જૈનેત્તરોમાં મયૂર કે હંસવાળી અને હંસ-મયૂરના પ્રતિકવાળી પણ જોવામાં આવી છે. સેન પ્રશ્નોત્તરમાં વ્યંતરનિકાયના ગીતરતિ ઈન્દ્રની પટરાણી તરીકે સરસ્વતી દેવીનો ઉલ્લેખ કર્યો છે. જયારે જૈનેત્તરો બ્રહ્માની બે પુત્રી પૈકી એક પુત્રીને સર, દેવી માને છે. ને કોઈ બ્રહ્માની પત્ની પણ માને છે. તે પરિણીતાને અપરિણીતા પણ સાંભળવા મળી છે. આ અંગે ઘણા મત-મતાંતરો છે ને સંશોધનનો વિષય છે. તેની આરાધના સાધના સેંકડો વર્ષથી ચાલી આવતી જાણવા મળે છે. I પ્રત્યક્ષ થયેલી દેવી સારસ્વતી વિક્રમની આઠમી સદીમાં થઈ ગયેલા આમ રાજા પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટસૂરિ મ.ના શરૂઆતના સંયમ જીવનની વાત છે. ગુરુદેવ શ્રી સિદ્ધસેન સૂરિ મહારાજે તેની યોગ્યતા જોઈ શ્રી સારસ્વત મંત્ર જાપ માટે આપ્યો છે. નિત્ય જાપમાં એકાગ્ર બનેલા એકવાર તેના નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજ અને ધ્યાનમાં લયલીનતાથી અને જાપના પ્રકર્ષથી નાનક્રીડામાં રહેલી શ્રી સરસ્વતી દેવી તુરત જ હાજર થાય છે. મુનિવર,
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy