SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તો ગ્રંથના દરવાજે.00 પ્રસન્નતાનો પમરાટ પરમોચ્ચ માનવજીવનની જે કોઈપણ સંપત્તિ શક્તિ કે સમજનો સરવાળો હોય તો તે પ્રસન્નતાભર્યું જીવન છે કે નહીં ? તેના પર મંડાય છે. પ્રસન્નતાની હાજરીમાં જીવન જીવંત લાગે છે. - જીવંત જીવનની નિશાની એટલે સદાકાળ, સદાબહાર, ભરી ભરી પ્રસન્નતા. પ્રસન્નતાને પામેલો માણસ અનેકવિધ આફતોથી તે અકળાય નહીં અને ભરપૂર અનુકુળતાઓમાં નિજ ભાન ભૂલે નહી. તે પ્રાપ્ત કરવાના બે માધ્યમ છે. - (૧) આ લોકમાં મનગમતી ભૌતિક સુખ-સગવડતાની સામગ્રીઓથી પ્રાપ્ત થતી પ્રસન્નતા અને (૨) આત્મા - પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવનભર સાહિત્ય-સંગીત - કલા - જ્ઞાન - ધ્યાન કે અધ્યાત્મ દ્વારા પ્રાપ્ત થતી પ્રસન્નતા. આ પહેલા નંબરની કામચલાઉ - અસ્થિર - પરાધીન અને અસલામતી ભરી (પ્રસન્નતા) છે જ્યારે બીજા નંબરની કાયમી-સ્થિર-સ્વાધીન અને સલામતીભરી છે.' - સુખ શાંતિ અને પ્રસન્નતાથી જીવવા માટે જીવનભર ભૌતિક ઉચાઈને હાંસલ [કરવાનો અથાગ પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે નક્કર કે અસલ - ચીજવસ્તુ માણસના હિાથમાં આવતી નથી અને જે કંઈપણ આવે છે. તેમાં પણ “કશુંક ખૂટે છે ને કંઈક ખટકે છે.” ની લાગણીથી લોકો પીડાય છે ત્યારે માનવું પડે છે કે ક્યાં તે ગલતે રસ્તે ધ્યેયને પ્રાપ્ત કરવા દોડ્યો છે અથવા તે સાચો ધ્યેયને સમજ્યો નથી. પ્રસન્ન જીંદગીના ગણિતમાં જો ખાનદાની-ખુમારી-ખામોશી-સહનશક્તિ કે સમજ- શક્તિના ' ગુણાકાર કે સરવાળા ન થાય તો અંતે તેને પસ્તાવામાં કે પ્રાયશ્ચિતમાં સ્નાન કરવું પડે છે. એટલે પ્રસન્નતા, પૈસાથી નહી પણ પ્રેમથી મળે, પ્રેમ સમજણથી મળે, અને સમજણ જ્ઞાનથી મળે. સવાલ છે - સમજણભરી જ્ઞાનદેષ્ટિનો. તે સમજણ - જ્ઞાનની આપનારી દેવી સરસ્વતી છે. તેની કુપાના કિરણો જો માનવીને મળી જાય તો જીવનની ધન્યતા અને સાર્થકતાનો અનુભવ થાય અને જીવન જીતી જાય. એ ન તો કોઈ કિંમત નથી. માનવીનું બૌદ્ધિક સ્તર ગમે તેટલું ઊંચું હોય, દુનિયાને આંજી નાખે તેવી સમૃદ્ધિઓ હિલોળા લેતી હોય, પણ હૃદય કરુણાથી ભીનું ન હોય, સતુ-અસતુ નો વિવેંક ન હોય, હેય-ઉપાદેય કે હિત-અહિતનો ખ્યાલ ન હોય તો તે બુદ્ધિ સમૃદ્ધિની કોઈ કિંમત નથી. બંને હાથમાં લાડવો. જીવનની સાચી મજા ! તદ્દન સાચી મજા સરળતા - સહનતા અને સમજતા ભર્યા જીવનમાં હોઈ શકે, સમ્યગુજ્ઞાન એટલે જ વિવેકજ્ઞાન, આ જ્ઞાન દીપક વગર પવિત્ર
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy