SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મોટું ફેરવી લે છે. દેવીને આશ્ચર્ય થાય છે અને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવતા સ્વસ્થ બનીને તેને વરદાન આપે છે. તું સદા અજેય બનીશ અને ત્યારથી રોજ ૧OOO શ્લોક કંઠસ્થ કરવાની શક્તિને પ્રાપ્ત કરી સર્વશાસ્ત્ર પારંગત બની અપૂર્વ રીતે શ્રી જિન શાસનની સેવા કરવા માની કૃપાથી સમર્થ બને છે. શ્રુતદેવીની સાધના આ અંગે જૈન જૈનોત્તરોના ઘણાં મૂર્ધન્ય કક્ષાના વિદ્વાનો સાહિત્યકારો પંડીતો વિગેરે એ સાધના-આરાધના કરી ઈચ્છિત વરદાનને પ્રાપ્ત કર્યું છે. ( કહેવાનો મતલબ એ કે ભલે આપણે તેના જેવા સત્ત્વશાળી-પરાક્રમી કે પુન્યશાળી નથી, પરંતુ શ્રુતદેવી સરસ્વતીની કૃપા, અમીદષ્ટિ કે કરુણા, પ્રત્યક્ષ કે પરોક્ષ જાણતાં કે અજાણતા ક્યારેક પણ મળી જાય તો આત્મા ઉન્નતિના પંથે સરળતાથી ગતિ કરી શકે. પરંતુ તે માટે તેઓના ચરણે જવું પડે, શરણું સ્વીકારવું જોઈએ. સેવા, સમર્પણ, ભકિત, ઉપાસના વિગેરે દિલ દઈને કરવું અનિવાર્યપણે આવશ્યક બને. - બીજમંત્રનો જન્મસિદ્ધ સંબંધ ધરતી પર જન્મ લેતાની સાથે બાળક જ્યારે રડે છે. ત્યારે એ એ એ સ્વરૂપે રૂદન કરે છે. તે પોતાની વેદના વ્યક્ત કરવા વાણીનો સહારો લેવા જાય છે પણ તેમ થતું નથી એટલે હું બીજમંત્રના સ્વરૂપવાળી મા. સરસ્વતીને જાણે તે સદન દ્વારા બોલાવાતી હોય તેમ તેને કહે છે કે તું મારી પીડા વેદના મારા મનના ભાવને તું. મારી સાક્ષાતુ માને કહે જેથી તે આવે અને મને શાંતિ થાય અને સરસ્વતી દેવી જાણે " તેમ કરતી હોય તેમ બાળકના રડવાનો અવાજ સાંભળી બધા કામ પડતા મૂકી તેની જનની તેને સંતોષવા પ્રયત્ન કરે છે. એટલે જન્મતાની સાથે જ માનવીને સરસ્વતીનો સંબંધ સર્વપ્રથમ થાય છે. પણ મોટા થતા શ્રી = લક્ષ્મીના સંબંધમાં વધુને વધુ રહેતા બીજુ બધું ભૂલી જાય છે. અમેરિકાની નાસા સંસ્થામાં બારાક્ષરીના પ્રત્યેક અક્ષરના જુદા જુદા અર્થઘટનો વિદ્વાનોએ પોતાની શૈલીથી સ્વતંત્ર રીતે કર્યા છે. તેમાં શું બીજનું અર્થઘટન ઉપરોક્ત રીતે કર્યું છે તેમ પરંપરાએ સાંભળ્યું છે. જી રે મંત્રમાર્ગની મર્મજ્ઞ વાતો મંત્ર વિભાગમાં શ્રી સારસ્વતના ૮૫ મંત્રો જરૂરી સૂચનાઓ સાથે મૂક્યા છે. મંત્રો જુના પુસ્તકો અને હ. લિ. પાનાઓમાંથી છૂટાછવાયા મળ્યા તે મૂક્યા છે, મંત્રોની મહત્તાનો ખ્યાલ તેની યથાર્થ જાણકારી વિના મળતો નથી. - મંત્રમાં અમુક ચોક્કસ નિયમો પ્રમાણે ગોઠવાયેલા અને ચોક્કસ રીતે ઉચ્ચારતા પદોની એક નિશ્ચિત યોજના હોય છે. દરેક મંત્ર બીજો, કે મંત્રપદોના ઉચ્ચારથી ચોક્કસ પ્રકારના આંદોલનો ઉત્પન્ન થાય છે. આ આંદોલનો પણ અમુક ચોક્કસ
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy