SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે હાર્દિક અભિનન્દન ભગવાન તીર્થંકરના સર્વ હિતકર શાસનમાં ‘શ્રુતદેવતા’ તરીકે ઓળખાતાં અને સ્તવાતાં ભગવતી શ્રી સરસ્વતી દેવીનો મહિમા ભારતની શ્રમણ તેમજ બ્રાહ્મણ પરંપરાઓમાં સદાકાળ એકધારો અને એકસરખો પ્રવર્તતો રહ્યો છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરાના તમામ દર્શનો તથા સંપ્રદાયોમાં પણ સરસ્વતી દેવીના સ્થાનમાનની બાબતે વિવાદ કે ઝઘડો નથી જ. જૈન દર્શનની વાત કરીએ તો, જૈન દર્શન સંમત પાંચ જ્ઞાનો પૈકી શ્રુતજ્ઞાન અને તેના અક્ષર દેહ સ્વરુપ દ્વાદશાંગીમય પ્રવચનની અધિષ્ઠાત્રી દેવી શ્રુતદેવતા તરીકે સરસ્વતી દેવીને સ્વીકારવામાં આવી છે. “શ્રી શ્રુતદેવી, ભગવતી, જે બ્રાહ્મી-લિપિ રૂપ” – જેવી પંક્તિઓ દ્વારા અને “નિનપતિ પ્રથિતાષિત વાઙમયી” જેવા સ્તોત્રો દ્વારા આ વિભાવના સુપેરે વ્યક્ત થાય છે. આથીયે આગળ, જૈન દર્શનના કર્મ વિજ્ઞાન પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મને લીધે આત્મા અજ્ઞાની રહે/થાય, અને તે કર્મના ક્ષય કે ક્ષયોપશમ થકી આત્મા જ્ઞાની/શ્રુતજ્ઞાની બને. આ કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવા માટે દર્શાવવામાં આવેલા વિવિધ સાધનોમાં એક વિશિષ્ટ સાધન છે શ્રી શ્રુતદેવતાની ઉપાસના. “મુશ્કેવયા માવર્લ્ડ, નાળાવળીય શ્વસંધાયું । તેશિ વેષ સયં નેસિ સુયસાયરેમન્ની I!'' આ પાઠ અને ષડાવશ્યકમાં આ પાઠ પૂર્વક થતી શ્રુતદેવતાની આરાધના, આ વાતની તથ્યતાને પ્રમાણિત કરે છે. અઢી હજાર વર્ષોમાં અનેક શ્રુતધર અને બહુશ્રુત મહર્ષિઓએ અગણિત ગ્રંથો/શાસ્ત્રોની રચના કરી છે. તે તમામ ગ્રંથોના પ્રારંભે શ્રી જિનવર દેવ અને ગુરુભગવંતોના સ્મરણ-સ્તવનરૂપ મંગલની સાથે જ શ્રી શ્રુતદેવતાના સ્મરણ-સ્તવનરૂપ મંગલાચરણ પણ તે તે પૂજ્ય મહર્ષિએ કર્યું જ છે, એ પણ સરસ્વતી દેવીના માહાત્મ્યનું સૂચન જ કરે છે. અઘાવવિધ રચાયેલા અને ઉપલબ્ધ ગ્રંથોમાના સરસ્વતી દેવીનાં મંગલાચરણોનો એક સંચય કરી શકાય, અને તો તે બહુ ઉપયોગી કામ થાય. સરસ્વતી એ વિદ્યાની દેવી છે. સંસાર સમસ્તને મન વિદ્યા અર્થાત્ જ્ઞાનનું મૂલ્ય સદૈવ ખુબ મોટું રહ્યું છે અને આથી જ અનેકાનેક વિદ્યાસાધક અને વિદ્યાપ્રેમી મુનિજનો તથા કવિજનોએ કાવ્યો, સ્તોત્રો, મંત્રો, યંત્રો, છંદો વગેરે રચીને સરસ્વતી દેવીની ઉપાસના કરવાનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો છે. એમાંના કેટલાક સ્તોત્રો-મંત્રો-યંત્રો તેમજ ચિત્રો છબીઓનો સંચય પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જે સરસ્વતી દેવીના તથા સમ્યજ્ઞાનના ઉપાસકો માટે એક મજાનું સાધન બની રહેવાનું છે.
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy