SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [G[ મારી બે વાતો હીં પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનઅંગે મારા બાલ્યવયના પુનિત સંસ્મરણોની પુનઃ યાદ આવે છે, વડીલો સાથે ગરવા ગિરિરાજ ઉપર ચડતાં સમવસરણમંદિરની નીચે માં સરસ્વતીની દેરી આવે છે. મૂર્તિ ઘણી પ્રાચીન અને પ્રભાવક હોવાને કારણે વડીલો ખાસ પ્રેરણાં કરતા કે છોકરાઓ ! અહિં મા સરસ્વતીની જે દેરી છે ત્યાં પાદલિપ્તસૂરિ મ.સાહેબે તેની સમક્ષ બેસીને ઉપાસના કરી સિદ્ધિ હાંસલ કરી હતી, તમો પણ ત્યાં જઈ સ્તુતિ-જાપ કરી આવો. વડીલોના આ સૂચનને અમો બધા સ્વીકારી ત્યાં જતાં, સ્તુતિ-જાપ કરતાં પણ ત્યારે તેનો ખ્યાલ હતો જ નહીં કે સરસ્વતીદેવીનો મહિમા-પ્રભાવ કેટલો મહાન છે. - જિન શાસનના મહાન જ્યોતિર્ધરો-આચાર્ય ભગવંતો જેવાં કે બપ્પભટ્ટિસૂરિ, મલ્લવાદીસૂરિ, વાદીદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, મલ્લિષેણસૂરિ, ઉપા. યશોવિજય મ. જૈનેત્તરોમાં કવિ કાલીદાસ, માધ-મભટ્ટ-શ્રીહર્ષ-ભારવિ વિગેરે અનેક વિદ્વાનોએ જે દેવીની સાધના દ્વારા કૃપા-સહાયથી જ્ઞાનમાર્ગમાં અનુપમ આદર્શ ચિહ્નો સ્થાપિત કર્યા છે અને જ્ઞાનપ્રકાશ ખૂણે-ખાંચરે ફેલાવી જ્ઞાન સંપન્ન કર્યા છે જેના મૂળમાં અહમ્મુખવાસિની શ્રી સરસ્વતી દેવી ગણાય છે. ) શું અને તેથી જ જિનાગમના રહસ્યો-ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-સંગીત-કલા જેવા ક્ષેત્રોમાં તેઓએ પ્રારબ્ધ-પુરુષાર્થનો સમન્વય કરી સ્વ-પર સર્વને ગૌરવાન્વિત કર્યા. તે વાતો સાંભળતા આજેય રોમાંચ ખડાં કરે છે. તેથી વર્તમાનમાં તેઓનો સાધના-ઉપાસના માર્ગ પુનર્જીવીત થાય, લોકરુચિ-આદર, દેવી પ્રત્યે પ્રગટે તે માટે હાલમાં તેના અંગે કોઈ પુસ્તક ઉપલબ્ધ નથી. મુનિકુલચંદ્રવિજયને એક એવી રઢ લાગી કે આપણી શ્રુતદેવતા સરસ્વતીજી અંગે જે કંઈ પણ સાહિત્ય પ્રતિકૃતિઓ, જેટલું અધિક સર્વોપયોગી મળે તે બધું એકત્રિત કરી જન સમક્ષ મૂકવું. આજે તેણે જે કંઈ પણ સંકલિત કરી પ્રસ્તુત કર્યું છે તે જ્ઞાનમાર્ગના ખપી જીવો (૧) સ્તોત્ર સ્તુતિ-સ્તવ-અષ્ટક-પ્રાર્થના-છંદ વિભાગ (૨) મંત્ર સંગ્રહ વિભાગ (૩) યંત્ર સંગ્રહ વિભાગ (૪) ઓષધિ પ્રયોગ વિભાગ અને પ્રાચીન-અર્વાચીન ચિત્તાકર્ષકદેવીના વિવિધ ફોટાઓ. એમ કુલ પાંચ વિભાગ પૈકી કોઈપણ એક વિભાગનો ઉપયોગ કરશે તો મુનિશ્રીનો પ્રયત્ન સફળ થશે અને હૃપ્રેમને વ્યક્ત કરવાનું નિમિત્ત બનશે. 2 લી | વિજયચંદ્રોદયસૂરિ.
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy